ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ - શ્રાવણ મહિનો

અમદાવાદઃ પ્રતિ વર્ષ અષાઢ-શ્રાવણ માસની વરસાદી મૌસમમાં હિંડોળાનો ઉસ્તવ ઉજવવામાં આવે છે. અષાઢ વદ બીજથી શ્રાવણ મહિનાની બીજ સુધી મંદિરોમાં સંતો અને ભક્તો વિવિધ થીમ પર કલાયુક્ત હિંડોળા બનાવે છે અને ઠાકોરજીને શણગારે છે અને આરતી બાદ હિંડોળામાં ઝૂલાવવાની પ્રથા છે.

ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ

By

Published : Jul 31, 2019, 5:34 PM IST

ચાતુર્માસમાં ભગવાનના હિંડોળાનો ખૂબ જ મહિમા છે. ભગવાન કૃષ્ણને હેતથી ઝુલાવવાનો અવસર એટલે હિંડોળા. આજથી ૫૦૦૦ વર્ષ પહેલા જે પરંપરા વ્રજમાં શ્રીકૃષ્ણ ભગવાને શરુ કરી હતી, તે દિવ્ય હિંડોળા ઉત્સવની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયો આજે પણ ઉજવાય છે. ભગવાનને રીઝાવવા અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. જેમ કે, વિવિધ શાકભાજીઓનો શણગાર, ફળ-ફળાદિનો શણગાર, સુકામેવાનો શણગાર, મીનાકારી, કઠોળ, મોરપીંછ, હીર, રાંકડી, સોનાના દાગીના વગેરેથી આકર્ષિત શણગાર સજાવવામાં આવે છે. સાંજના સમયે સૌ એકઠા થઇ ભજન-કિર્તન કરી હિંડોળાના પદોનું ગાન કરે છે, ત્યાર બાદ પ્રભુની આરતી કરવામાં આવે છે અને અંતે ભગવાનને થાળ ધરવામાં આવે છે.

વૈષ્ણવી પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓની સાથે રાસલીલા કરી હતી, તેની સ્મૃતિઓની યાદ રૂપે ભગવાનને ઝુલાવવામાં આવે છે. ખુબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો હિંડોળાનો લાભ લે છે અને હિંડોળે ઝુલતા ભગવાનના દર્શન કરીને ધન્ચતા અનુભવે છે.

ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ

દરેક હવેલીમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે અને ભાવિ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના અલગ-અલગ અવતારના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details