ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે માત્ર 2 ફુટ સુધીની જ મૂર્તિની સ્થાપના થશે - ગણપતિજીની પૂજા આરાધના

સમગ્ર દેશભરમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, તે દરમિયાન તહેવારો પણ શરૂ થયાં છે. જો કે, ધાર્મિક તહેવારોમાં સરકાર દ્વારા લોકોને ધાર્મિક સ્થળો પર પ્રવેશ અંગે મંજૂરી ન આપવા જણાવ્યું હતું, ત્યારબાદ હવે ગણેશ ચતુર્થી આવતા સરકારે તે માટે પણ ગાઈડ લાઈન બનાવી હતી. આ પ્રમાણે જ લોકોએ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી છે.

ahmedabad
અમદાવાદમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે 2 ફુટ સુધીની મૂર્તિની સ્થાપના થશે

By

Published : Aug 22, 2020, 2:23 PM IST

અમદાવાદ: દર વર્ષે અમદાવાદમાં હજારોની સંખ્યામાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપના થાય છે. લોકો ઘરે, ઓફિસમાં, સોસાયટીમાં એવી અલગ અલગ જગ્યા ઉપર પંડાલ બનાવીને સ્થાપના કરતાં હોય છે, ત્યારે આ વર્ષે કોરોના વાઇરસની મહામારીમાં સંક્રમણ ન વધે તે માટે સરકારના નિયમ મુજબ માત્ર બે ફૂટની જ ગણપતિની મૂર્તિ વેચાણ કરી શકાશે અને સ્થાપના કરી શકાશે. આ પ્રમાણે લોકોએ ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે.

દર વર્ષે લોકો અલગ-અલગ મૂર્તિઓની સ્થાપના કરતાં હોય છે, ત્યારે આ વર્ષે સરકારે બનાવેલા નિયમો મુજબ આ વર્ષે માટીની અને બે ફૂટ સુધી મૂર્તિ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી છે. જેની લોકોએ સ્થાપના કરી છે. અગાઉ દસ દિવસ સુધી પણ લોકો ગણપતિજીની સ્થાપના કર્યા બાદ વિસર્જન કરતા હતા.

અમદાવાદમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે 2 ફુટ સુધીની મૂર્તિની સ્થાપના થશે

હવે લોકોએ એક, ત્રણ કે પાંચ દિવસમાં વિસર્જન કરીને સમયમાં પણ કાપ મૂક્શે. વિસર્જન પણ લોકોએ ધામધૂમપૂર્વક નહીં, પરંતુ સાદગીપૂર્ણ રીતે સોસાયટીઓમાં જ કરવાનું રહેશે. આ વર્ષે કોઈ પણને વિસર્જન માટે નદીમાં કે, અન્ય કોઇ જગ્યાએ પરવાનગી આપવામાં આવશે નહીં.

બીજી તરફ મોટી સંખ્યામાં લોકો આરતી માટે ભેગા થતા હોય છે. જે બાદ પ્રસાદનું પણ વિતરણ થતું હોય છે, ત્યારે જાહેર જગ્યા ઉપર અને સોસાયટીઓમાં આરતી માટે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને પ્રસાદની વહેંચણી ન થાય તેનું ખાસ ધ્યાન રાખી ભગવાન ગણપતિજીની પૂજા આરાધના કરવામાં આવશે, પરંતુ કોરોના વાઇરસનું સંક્રમણ ના ફેલાય તેનું પણ સાથે સાથે ધ્યાન રાખવાનું રહેશે. કહી શકાય કે કોરોના વાઇરસની અસર તહેવારો પર પણ પડી છે. લોકોએ સાદગીપૂર્ણ અને સરકારની ગાઇડ લાઇન મુજબ તહેવારો ઉજવાના રહેશે. જેથી કોરોના વાઇરસ ફેલાય નહીં. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનાર તહેવારો માટે પણ સરકાર દ્વારા ગાઈડ લાઈન નક્કી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details