અમદાવાદઃમુસ્લિમ સમાજ દ્વારા આવતીકાલે તા. 10ને રવિવારે કુરબાનીના પર્વ ઇદ-ઉલ-અઝદા (બકરી ઇદ)ની કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં શાનો શોકતથી ઉજવણી કરવામાં (main festival of Islam)આવનાર છે. 10 વર્ષ બાદ આ વખતે ઇદ રવિવારે મનાવામાં આવનાર છે. ઇદ-ઉલ-અઝદાનો પર્વ એ શાંતિ, સલામતી, સમર્પણ, ભાઈચારો અને કોમી એકતા જેવા ઉમદા ગુણો કેળવવા બેનમુન ઉદાહરણ પુરું પાડે છે. કારણ કે તેમાં કુરબાની આપવામાં આવે છે જેના માટે અમદાવાદના ચંડોલા બકરા મંડીમાં મોટા પ્રમાણમાં બકરા વેચવા માટે લાવવામાં આવ્યા છે.
બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી -મુસ્લિમ ધર્મમાં બકરી ઈદના તહેવારનુ ઘણું મહત્વ છે. આ તહેવારને ઈદ-ઉલ-અઝહા( Eid al Adha 2022 )અથવા બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. પવિત્ર રમઝાન મહિનાના 70 દિવસ પછી બકરી ઈદ ઉજવવામાં આવે છે. જો કે બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અમદાવાદમાં મુખ્ય 7થી 8 જગ્યાએ બજારો ભરાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ ધંધામાં મંદી જોવા મળી છે.
આ પણ વાંચોઃબકરી ઈદની કુર્બાની માટે પુત્રની જેમ ઘરે જ તૈયાર કર્યો 130 કિલોનો બકરો