- ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતીની ઉજવણી
- ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરી ઉજવણી
- કોરોના મહામારીના સમયે અલ્પ સંખ્યામાં હાજરી સાથે ઉજવણી કરવામાં આવી
અમદાવાદ : ધંધુકા બુધવારે ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે નગરપાલિકા પ્રમુખ હર્ષદ ચાવડા, કારોબારી ચેરમેન ભદ્રેશ અગ્રાવત, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર, વિજય સિંહ બારડ શહેર મહામંત્રી, ચંદ્રસિંહ ચુડાસમા તાલુકા ભાજપ પ્રમુખ વગેરેની ઉપસ્થિતિમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરી જન્મ જયંતીની ઉજવણી કરી હતી. અન્ય કાર્યકરોએ પણ પુષ્પહાર પહેરાવ્યા હતા.
બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી આ પણ વાંચો : બાબાસાહેબ આંબેડકર પર કિશોર મકવાણા લિખિત પુસ્તકોનું વડાપ્રધાનના હસ્તે ઇ-વિમોચન
લોકોને માસ્ક ફરજિયાત પહેરી અને પરિવારની સલામતી રાખવા સમજાવ્યા
રાજેશ ગોહિલ ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખ વતી ધર્મેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા પુષ્પહાર અર્પિત કર્યા હતા. આમ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધંધુકા નગરપાલિકા દ્વારા શાકમાર્કેટમાં આવતા ગ્રાહકોને ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને માસ્ક ફરજિયાત પહેરો, તમારી અને તમારા પરિવારની સલામતી રાખવા સમજાવવામાં આવ્યા હતા.
બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી આ પણ વાંચો : પ્રદેશ ભાજપે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ રસીકરણ કાર્યક્રમ યોજ્યો
શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરતા રહો
કોંગ્રેસના તાલુકા સદસ્ય જયેશ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીના સમયે અલ્પ સંખ્યામાં હાજરી સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ત્રણ સિધ્ધાંતો રજૂ કર્યા હતા. જેમાં શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરતા રહો એવા સિદ્ધાંતોની યાદ અપાવી હતી.