આ કાર્યક્રમનો ઉદ્દેશ સાયકલને પરિવહનનાં વાજબી અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાનો હતો. જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ વધે છે તથા સમાજમાં સાયકલ ચલાવવાની સંસ્કૃતિનો વિકાસ પણ થાય છે. ગાંધીનગરમાં સ્વાક મુખ્યાલયનાં 50થી વધુ કર્મચારીઓની ટીમે 21 કિલોમીટર જેટલું સાઇકલિંગ કર્યું હતું.
વિશ્વ બાઇસિકલ ડે નિમિત્તે સ્વાક મુખ્યાલયમાં સાયકલ અભિયાનનું આયોજન - ahd
અમદાવાદ: માર્સલ ઓફ ઇન્ડિયન એર ફોર્સ અર્જુન સિંહ (ડીસ્ટીગ્યુઇસ ફ્લિઇંગ ફોર્સ )ની જન્મ શતાબ્દી અને ‘વર્લ્ડ બાઇસિકલ ડે’ની ઉજવણી કરવા સ્વાકનાં હેડક્વાર્ટરમાં 03 જૂન, 2019નાં સાઇકલિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. માર્સલ ઓફ ઇન્ડિયન એર ફોર્સ અર્જુન સિંહ એક ઉત્સાહી રમતવીર હતા. લગભગ આઠ દાયકાની પોતાની ઉત્કૃષ્ટ કારકિર્દીમાં સશસ્ત્ર દળોનાં કર્મચારીઓ વચ્ચે રમતગમતને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર હતા.
![વિશ્વ બાઇસિકલ ડે નિમિત્તે સ્વાક મુખ્યાલયમાં સાયકલ અભિયાનનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3464691-thumbnail-3x2-pbr.jpg)
વિશ્વ સાયકલ બાઇસિકલ ડે નિમિત્તે સ્વાક મુખ્યાલયમાં સાયકલ અભિયાનનું આયોજન થયું
વિશ્વ સાયકલ બાઇસિકલ ડે નિમિત્તે સ્વાક મુખ્યાલયમાં સાયકલ અભિયાનનું આયોજન થયું
એર માર્શલ એચ. એસ. અરોરા, AVSM, એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર વાયુ શક્તિ નગરમાં સાઇકલિંગ ટીમને લીલી ઝંડી આપી હતી. તેમણે સાઇકલિંગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, એમાં આનંદ મળે છે, સ્વાસ્થયમાં સુધારો થાય છે અને સાયકલ સંપૂર્ણપણે પરિવહનનું એક માધ્યમ છે. વળી આ પર્યાવરણ માટે આશિર્વાદરૂપ પણ છે. એર માર્શલે સાઇકલિંગનાં વિવિધ ફાયદા પર ભાર મૂક્યો હતો, તેમણે સાયકલને સરળ, વાજબી, વિશ્વસનિય, સ્વચ્છ અને પર્યાવરણની દ્રષ્ટિએ આબોહવાને અનુકૂળ દર્શાવી હતી.