ગુજરાત

gujarat

ETV Bharat / state

'ડીજીટલ દાંડી યાત્રા' પહોંચી કાલુપુર રેલ્વે સ્ટેશન, 2 ઓક્ટબરે રાજઘાટ ખાતે થશે સમાપન - 150 મી જન્મ જયંતિ નીમીતે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી

અમદાવાદઃ ઇન્ડિયન્સ ઈન્ડસ્ટ્રીઝ (CII) અને યંગ ઇન્ડિયન્સ (Yi) દ્વારા ગાંધીજીની પ્રકૃતિ અને જીવન વિષય ડીજીટલ દાંડી યાત્રા ચલાવી રહી છે. જેના ભાગ રુપે CII અને Yi દ્વારા પશ્ચિમ રેલવેના સહયોગથી કાલુપુર રેલવે સ્ટેશન પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નીમીતે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી , કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રદર્શન

By

Published : Sep 16, 2019, 2:47 PM IST

યંગ ઇન્ડિયન્સ હાલમાં ગાંધી વિચારના પ્રસાર માટે ડીજીટલ દાંડી યાત્રા ચલાવી રહ્યું છે. આ યાત્રાનો પ્રારંભ 7 સપ્ટેમ્બરના રોજ પોરબંદરથી થયો હતો અને યંગ ઈન્ડિયન્સના તમામ ચેપ્ટર્સ ખાતેથી પસાર થઈને તેનું 2 ઓક્ટબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે દિલ્હીમાં રાજઘાટ ખાતે સમાપન થશે.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નીમીતે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી , કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રદર્શન

તારીખ 13 સપ્ટેમ્બરના રોજ યંગ ઈન્ડિયન્સ, અમદાવાદના કો-ચેર વિરલ શાહ દાંડીને કાલુપુર રેલવે સ્ટેશને લઈ ગયા હતા અને પ્રતિકાત્મક રીતે અમદાવાદના ડીઆરએમ- દીપક કે આર જ્હાને દાંડી સુપરત કરી હતી. આ સમારંભ પછી સ્ટેશનના સંકુલમાં પ્રદર્શન યોજાયું હતું. ત્યારબાદ આ ડીજીટલ દાંડી હવે પછી ઈંદોર જશે.

ABOUT THE AUTHOR

...view details