ગુજરાત

gujarat

By

Published : Jun 21, 2020, 3:48 PM IST

ETV Bharat / state

વર્લ્ડ મ્યુઝિક ડે: સંગીત માણસને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારો તરફ દોરી જાય છે

વિશ્વ સંગીત દિવસ ઉજવણીની શરૂઆત તારીખ 21મી જૂન, 1982થી કરવામાં આવી છે, ત્યારથી આ વિશ્વ સંગીત દિવસની ઉજવણી થાય છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉન દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ સંગીતનો સહારો લઇ સંગીતની મજા માણી રહ્યાં છે.

વર્લ્ડ મ્યુઝિક ડે: સંગીત માણસને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારો તરફ જવાની પ્રેરણા આપે છે
વર્લ્ડ મ્યુઝિક ડે: સંગીત માણસને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારો તરફ જવાની પ્રેરણા આપે છે

અમદાવાદઃ વિશ્વ સંગીત દિવસ ઉજવણીની શરૂઆત તારીખ 21મી જૂન, 1982થી કરવામાં આવી છે, ત્યારથી આ વિશ્વ સંગીત દિવસની ઉજવણી થાય છે. સાત સ્વરોની રચના જે સા.રે.ગ.મ.પ.ધ. ની તરીકે ઓળખાય છે. રંગમંચલક્ષી અને ફિલ્મી કલાઓના મુખ્ય ત્રણ અંગ સંગીત, નાટય અને નૃત્ય પણ જોવાની ખુબીએ છે કે, નાટક ફીલ્મ અને નૃત્યને પણ સંગીત સમૃધ્ધ કરી શકે છે. સંગીત એ માણસના જીવન સાથે જોડાયેલું છે, ત્યારે શહેરના હરિપ્રસાદ દામોદરન 12 વર્ષની ઉંમરથી પિયાનો, ગિટાર સાથે બીજા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે.

વર્લ્ડ મ્યુઝિક ડે: સંગીત માણસને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારો તરફ જવાની પ્રેરણા આપે છે
કોરોના વાઇરસમે લઇને લોકડાઉન દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ સંગીતનો સહારો લઇ સંગીતની મજા માણી રહ્યાં છે અને મનની શાંતી પણ મેળવી છે. હવે તો કોઇપણ વ્યક્તિ સંગીતનો સહારો લઇ શકે છે અને મોર્ડન મ્યુઝીકમાં મ્યુઝીકના ટ્રેક (કરાઓકે)નું ચલણ પણ ખૂબ વધી ગયુ છે. જેમા વોઇસ નથી હોતો પણ એ ગીતનુ ઓરીજીનલ જેવુ જ મ્યુઝીક હોય છેે. જેથી ગાયક તેના સહારે પોતાની પસંદગીના મ્યુઝીક ટ્રેક (કરાઓકે) પસંદ કરી પસંદગીનું ગીત ગાઇ શકે છે.

આવા સમયે હરિપ્રસાદ એ લોકડાઉન દરમિયાન ત્રણ જેટલા ગીતો બનાવ્યા છે. મહત્વનું છે કે, લોકડાઉન દરમિયાન જ્યારે લોકો સતત કોરોના અંગેના સમાચાર જોતા હતા. જેના લીધે લોકોની માનસિકતા નેગેટિવ બની ગઈ હતી. જેના માટે પોઝિટિવિટીની અત્યંત જરૂર હતી તેવા સમયે હરિપ્રસાદ એ આ ગીતો બનાવીને લોકોને પોઝિટિવિટી તરફ આગળ વધારવાની પ્રેરણા આપી છે.

હરિપ્રસાદ જણાવે છે કે, મ્યુઝિક વ્યક્તિના જીવનમાં એક મહત્વનું ભાગ ભજવે છે જો કે, સંગીત એ દરેક વસ્તુમાં રહેલું છે અને માણસ જ્યારે નિરાશ થઈ જાય છે. હતાશામાં સરી પડે છે, ત્યારે સંગીત એક એવી વસ્તુ છે કે, જે હંમેશા માણસ પાસે રહે છે અને તેને હતાશા માંથી બહાર નીકળવાની પ્રેરણા આપે છે.

ABOUT THE AUTHOR

...view details