ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં થુલેટા પ્રાથમિક શાળામાં ઐતિહાસિક દિન નિમિતે કરાઇ ઉજવણી - Thuleta village

ઐતિહાસિક દિનની ઉજવણી નિમિત્તે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં છબી મૂકવાનું અભિયાન થરૂ કરવામાં આવ્યુ હતુ. જેના ભાગરૂપે દલિત અધિકાર મંચ દ્વારા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં છબી મૂકી 103 માં ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ઐતિહાસિક દિન નિમિત્તે થુલેટા પ્રાથમિક શાળામાં કરાઇ ઉજવણી
ઐતિહાસિક દિન નિમિત્તે થુલેટા પ્રાથમિક શાળામાં કરાઇ ઉજવણી

By

Published : Sep 25, 2020, 11:38 AM IST

અમદાવાદઃ જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને ગ્રામ પંચાયતોમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં છબી મૂકવાના અભિયાનના ભાગરૂપે દલિત અધિકાર મંચ દ્વારા થુલેટા ગામે પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં છબી મૂકી 103 માં ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદમાં થુલેટા પ્રાથમિક શાળામાં ઐતિહાસિક દિન નિમિતે કરાઇ ઉજવણી
આ પ્રસંગે ગામના જશીબેન હરગોવિંદભાઈ કો.પટેલ સરપંચ હરગોવિંદ ભાઈ કો.પટેલ, દિનેશભાઈ ડાભી તલાટી કમમંત્રી, આચાર્ય શીતલબેન ચૌધરી, અને તમામ શિક્ષકગણ તેમજ દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ ભાઈ રાઠોડ, નવઘણ ભાઈ પરમાર, રમેશભાઇ પરમાર, રાજુભાઈ મકવાણા, બાબુભાઇ રાઠોડ, સહિતના અગ્રણીઓ અને ગ્રામજનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ગામના મહિલા સરપંચ અને આચાર્ય બેનની આગેવાનીમાં પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં છબી મૂકવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સફળ સંચાલન હરીભાઇ મકવાણા અને બળદેવભાઈ મકવાણા, નાનજીભાઈ સેનવા, ભરતભાઈ સેનવા, મુકેશભાઈ સેનવા દ્વારા કરવામાં આવ્યું હતું.

દલિત અધિકાર મંચના સંયોજક કિરીટભાઇ રાઠોડ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકર દ્વારા દેશનું સંવિધાન લખ્યું તેની વિસ્તૃત રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details