અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી - Uttarayan festival
અમદાવાદ: દેશભરમાં ઉત્તરાણ પર્વ અનેરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જોકે ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદના પતંગ રસિયાઓની તો વાત જ કંઈક અલગ હોય છે. અહીં લોકો વહેલી સવારથી જ અગાસી ઉપર ગોઠવાઈ જાય છે અને પતંગની મજા માણે છે.
ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
અમદાવાદના તમામ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ લોકોએ અગાશી પર ચડીને પતંગની મજા માણી હતી. સવારે 11 વાગ્યા આસપાસ પવન ઓછો થઈ જતાં પતંગ રસિકોમાં નિરાશા વ્યાપી હતી. પરંતુ ત્રણ વાગ્યા પછી સારો પવન હોવાને કારણે લોકોએ પતંગ ચગાવીને મજા માણી હતી. તમામ લોકોએ પોતાની અગાશી ઉપર મ્યુઝિક સિસ્ટમ ગોઠવીને સંગીત સાથે આગવી શૈલીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યારે અમુક સોસાયટીના યુવાનોએ એક જેવા કપડા પહેરી ડ્રેસકોડ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.