અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક CCTV કેમેરામાં કેદ થયો છે. ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલના પાર્કિંગમાં 24 વર્ષીય ઘનશ્યામ મોર્ય પોતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, તે દરમિયાન અચાનક બે અજાણ્યા યુવકો બાઇક પર આવી તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના ખોખરામાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, CCTV ફૂટેજ આવ્યા સામે - AHEMADABAD NEWS
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોનો આતંક બેફામ બન્યો છે. ખોખરામાં બાઇક સવાર પર આવેલા બે ઈસમોએ મોબાઈલમાં ગેમ રમી રહેલા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
ખોખરામાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, CCTV ફુટેજ આવ્યા સામે
આ તકે ઇજાગ્રસ્ત યુવકને મણિનગર એલ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો એલ.જી.હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.