જ્યારે આ વખતે CBSC દ્વારા સારૂં પરિણામ આવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ આનંદ છવાયો હતો. ગત વર્ષ કરતા આ વખતે પરિણામ ઊંચું આવ્યું હતું. આ વર્ષે 91.1 ટકા પરિણામ આવ્યું હતું, જયારે ગત વર્ષે 86.7 ટકા પરિણામ નોંધાયું હતું. એટલે ગત વર્ષ કરતા અંદાજે 5 ટકા જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે.
CBSE ધોરણ-10નું પરીણામ જાહેર, ઊંચા પરિણામથી વાલીઓમાં આનંદનો માહોલ
અમદાવાદઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (CBSE) સોમવારે બપોરે 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યુ છે. આ વર્ષે 10મા ધોરણમાં 18 લાખ છાત્રોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા 2 માર્ચથી 29 માર્ચ સુધી ચાલી હતી.
CBSC ફોટો
આ રીતે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે.
- CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in ઓપન કરો
- હોમપેજ પર આપવામાં આવેલા રિઝલ્ટના લિંક પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે, નવા પેજ પર પોતાનો રોલ નંબર અને કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો, જે બાદ રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.