ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈશરત જહાં એન્કાઉન્ટર: CBIએ ડી.જી. વણઝારા અને એન.કે. અમીનના કેસ ડ્રોપ ચુકાદાને પડકારવાનો ઈનકાર કર્યો - ગુજરાત

અમદાવાદઃ ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં CBIએ સ્પેશિયલ કોર્ટમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને એમકે અમીનને કેસ ડ્રોપના ચુકાદાને ન પડકારવાની લેખિત રજૂઆત કરી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુ સુનાવણી 9મી ઓગસ્ટ રોજ હાથ ધરવામાં આવશે.

AHD

By

Published : Jul 26, 2019, 7:29 AM IST

CBI વકીલ આર.સી. કોડેકર દ્વારા સ્પેશિયલ કોર્ટ જજ આર.કે.ચુડાવાલા સમક્ષ લેખિત એફિડેવિટ રજૂ કર્યું હતું. ગત 2 મેના રોજ સ્પેશિયલ CBI કોર્ટે સરકાર દ્વારા સીઆરપીસીની કલમ 197 મુજબ પરવાનગી ન આપતા બંનેને વણઝારા અને અમીનને કેસ મુકત જાહેર કર્યા હતા.

સરકારી કર્મચારી વિરોધ કાયદાકીય કાર્યવાહી માટે CRPC 197 મુજબ પરવાનગી લેવાની જરૂર હોય છે.આ કેસના અન્ય આરોપીઓ જી.એલ. સિંગલ ,તરુણ બારોટ, અંજુ ચૌધરી અને જે.જી, પરમાર આગામી દિવસોમાં પોતાને કેસ મુક્ત જાહેર કરવા અરજી કરશે.

15મી જૂન 2004ના રોજ અમદાવાદના કોતરપુર વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં અને તેના સાગરીત જાવેદ શેખ સહિત ચાર લોકોની પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.ગુજરાત પોલીસે જવાબમાં જણાવ્યું હતું કે, આરોપીઓ તાત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે ગુજરાત આવ્યા હતા અને તેના માટે તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું.

ABOUT THE AUTHOR

...view details