ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવતી વખતે સાવધાન, પોલીસ દ્વારા ફરી એકવાર ડ્રાઈવ શરૂ - ટ્રાફિક પોલીસ

નાગરિકોને કોઈ પણ ભોગે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના નાગરિકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અટકે તે માટે પોલીસ દ્વારા ફરી એક વાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોંગ સાઈડ વાહન ચલાવતા સાવધાન
રોંગ સાઈડ વાહન ચલાવતા સાવધાન

By

Published : Mar 7, 2020, 1:35 PM IST

અમદાવાદ : સમગ્ર અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રોંગ સાઈડ વાહન હાંકનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના E ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા પણ લાલ દરવાજા પાસે આવેલા વિક્ટોરિયા ગાર્ડન ખાતે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે દરમિયાન રિવર ફ્રન્ટના રસ્તે રોંગ સાઈડ આવતા વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા.

રોંગ સાઈડ વાહન ચલાવતા સાવધાન
પોલીસની આ ડ્રાઈવ દરમિયાન નિયમોનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે દંડથી બચવા લોકો અનેક ઉપાયો કરતા હતા અને પોલીસ સામે રજૂઆત કરતા. ત્યારે પોલીસ દ્વારા પણ સ્થળ પર દંડ ન ભરનાર વાહન ચાલકોને RTOનો મેમો આપવામાં આવતો હતો. આમ, કોઈ પણ ભોગે લોકો નિયમોનું પાલન કરે તે ઉદ્દેશ સાથે પોલીસ કટિબદ્ધ રીતે કાર્યવાહી કરશે.

ABOUT THE AUTHOR

...view details