અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સવારના સમયે ઓઢવ વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગઈ હતી. તે દરમિયાન માલધારીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને માલધારીઓએ AMCની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. માલધારીઓએ ગાડીઓના કાચ ફોડીને તેમજ ગાડીની ચાવી લઈને ફરાર થઈ ગયા હતા.
અમદાવાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી AMCની ટીમ પર માલધારીઓએ કર્યો હુમલો
અમદાવાદ: શહેરમાં આવેલા ઓઢવ ગામ પાસે રખડતા ઢોર પકડવા ગયેલી AMCની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઓઢવ વિસ્તારમાં માલધારીઓએ પોલીસની 4 ગાડીઓ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. સાથે જ ગાડીના કાચ તોડ્યા બાદ પણ માલધારીઓ રોકાયા ન હતા. ત્યારબાદ માલધારીઓ AMCની ગાડીની ચાવી ખેંચીને ફરાર થયા હતા.
AMCની ટીમ પર માલધારીઓએ કર્યો હુમલો
આ અંગે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા પોતાની ગાયને બાંધીને લઈ લેવામાં આવી હતી. સાથે જ મહિલા પાલીસ દ્વારા મહિલાઓને તેના ઘરમાંથી ઢસડીને ઘરની બહાર લઈ જવામાં આવી હતી. તેમજ ઘરના બારણાની તોડફોડ કરીને મહિલા પોલીસે ગાળો બોલી હતી.