- ગુજરાત કોંગ્રેસે પ્રમુખ અને વિપક્ષના નેતાનો કોયડો ઉકેલ્યો
- વિધાનસભાની ચૂંટણી જીતવાનો સૌથી મોટો ટાસ્ક
- OBCના 40 ટકા અને આદિવાસીના 15 મત શેર હાંસલ કરવા જવાબદારી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election) વૈતરણી પાર કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે જગદીશ ઠાકોર(jagdish thakor gujarat congress president) અને સુખરામ રાઠવા પર પસંદગીના કળશ ઢોળ્યો છે, અને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ ગુજરાતમાં એક થઈને ચૂંટણી લડશે અને જીત મેળવીશું.
જગદીશ ઠાકોર 1990થી પાયાના કાર્યકર
જગદીશ ઠાકોરએ(president of gujarat pradesh congress) OBC નેતા છે. કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે તેમણે કામ કર્યું છે. 2009થી 2014 સુધી પાટણ લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. તેમજ 2002થી 2007 અને 2007થી 2009 સુધી એમ બે ટર્મ દહેગામના ધારાસભ્ય રહી ચુક્યા છે. અને તેઓએ અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી આવ્યા પછી કહ્યું હતું કે ‘ગુજરાતની ધરતીની રાજનીતિને બરાબર ઓળખું છું અને ભાજપની રણનીતિને પણ જાણું છું. કોંગ્રેસ હવે લડી લેશે અને ભાજપનો ભુક્કો બોલાવી દેશું.’ એવો વિશ્વાસ રજૂ કર્યો હતો.
ઓબીસી, આદિવાસી અને પાટીદાર વચ્ચે જંગ
કોંગ્રેસ હાઈકમાન્ડે ઓબીસી, આદિવાસી અને પાટીદારોના મત અંકે કરવા માટે જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના નેતા તરીકે ઉભરીને આવ્યા છે, હવે તે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ છે, પાટીદારોને સમજાવીને કોંગ્રેસ તરફ વાળવાની જવાબદારી હાર્દિક પટેલ પર હશે. પાટીદારોને ભાજપે શુ આપ્યું? તે સવાલ પર રાજનીતિ થશે. અને હાર્દિક પટેલ આ સવાલ લઈને જ પાટીદારોનો સાથ માંગશે.
ભાજપની ચાલ ઊંધી પડશે?
બીજી તરફ ભાજપ ગુજરાતમાં પાટીદાર મુખ્યપ્રધાન મુકીને બહુ મોટી ચાલ રમી ચુક્યું છે. ખોડલધામવાળા નરેશ પટેલના નિવદેનને ભાજપે વધુ ગંભીરતાથી લીધુ અને વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને રાતોરાત મુખ્યપ્રધાન બનાવી દીધા છે. પાટીદારોને રાજી રાખવા ભાજપે આ પગલું લીધું છે. તેની સામે હવે કોંગ્રેસે ઓબીસી અને આદિવાસી નેતા બનાવીને ભાજપના મતમાં ભાગલા પડાવશે, તે નક્કી છે. કારણ કે ગુજરાતમાં ઓબીસીનો મત શેર 40 ટકા છે, અને આદિવાસીઓનો મત શેર 15 ટકા છે. એટલે ઓબીસી અને આદિવાસી મત શેરની વાત કરીએ તો કુલ 55 ટકા વોટ શેર કોંગ્રેસ અંકે કરવા મેદાને પડશે.
કોંગ્રેસે જ્ઞાતીવાદી સમીકરણ ગોઠવ્યા જ છેઃ જયવંત પંડ્યા