ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશલેસ સારવાર 8 દિવસ બંધ, હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સનો વીમા કંપની સામે મોરચો - સરકારી વીમા કંપનીની કેશલેસ સારવાર

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કેશલેસ સેવા(cashless facility in private Hospital) સ્થગિત કરાઈ છે. 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ સુધી હોસ્પિટલમાં તમામ કેશલેશ સુવિધાઓ બંધ કરવામાં આવી છે. વીમાધારક દર્દીઓને કેશલેસ સુવિધા નહીં મળે. વીમા કંપનીઓને સતત રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે કેશલેસ સુવિધા સ્થગિત કરવામાં( Cashless facility closed in private hospitals )આવી છે.

કેશલેસ સારવાર 8 દિવસ માટે બંધ, ખાનગી હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સનો 4 સરકારી વીમા કંપની સામે મોરચો
કેશલેસ સારવાર 8 દિવસ માટે બંધ, ખાનગી હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સનો 4 સરકારી વીમા કંપની સામે મોરચો

By

Published : Aug 8, 2022, 2:44 PM IST

અમદાવાદઃ શહેરમાં હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોને ફરી વાર સરકારી મેડીકલેઇમની સુવિધા આપતી કંપનીઓ (Cashless treatment )સાથે વાંકુ પડ્યું છે. અનેક એવા પ્રશ્નો છે જેનું નિરાકરણ આ કંપનીઓ લાવતી નથી. જેના કારણે આ સરકારી કંપનીઓની કેશલેસ સુવિધા સ્થગિત કરવાનું એલાન કર્યું છે. એટલે એનો સીધો મતલબ એ થયો કે જો આપની પાસે સરકારી કંપનીનો મેડીકલેઇમ હશે તો પણ આગામી 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધાઓ સ્થગિત કરાઈ હોવાથી તેનો લાભ નહીં મળે.

આ પણ વાંચોઃખાનગી હોસ્પિટલમાં જતા હોવ તો સાથે રાખવી પડશે રોકડ રકમ નહીં તો થશો હેરાન

સમસ્યાઓ ઘટવાને બદલે વધી -આહનાના હોદ્દેદારોએ જણાવ્યું ( Cashless facility closed in private hospitals )હતું કે, તેમાં ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લી. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લી. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લી. તેમજ ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લીનો સમાવેશ થાય છે. ઉત્તરોત્તર સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે. આ ઈન્સ્યોરન્સ કંપનીઓના (cashless facility in private Hospital)પ્રતિભાવથી એવું જણાઈ રહ્યું છે કે તેમને હોસ્પિટલો કે તેમના વિમા ધારકો માટે કંઈ પડી નથી.

આ પણ વાંચોઃભુજની 200 બેડની સુવિધા વાળી હોસ્પિટલ, પીએમ મોદીએ રાષ્ટ્રને કરી સમર્પિત

ચાર્જ વધારવા માગ - AHNAના પ્રમુખે વધુમાં જણાવ્યું (AHNA President Dr Bharat Gadhvi) હતું કે, લાંબા સમયથી જે હોસ્પિટલોના ચાર્જ રિવાઈઝ ન કરાયા હોય તે હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ પ્રમાણે દર વર્ષે 6 ટકા વધારી આપવામાં આવે તેવી પણ તમામ ખાનગી હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સની માગ છે. તો તમામ હોસ્પિટલ્સને નેટવર્કમાં સામેલ થવા પણ અમારો અનુરોધ છે.

ABOUT THE AUTHOR

...view details