જિલ્લા કલેકટર કચેરીમાં યોજાયેલ આ બેઠકમાં જમીન અંગેની ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી. જમીનના ખોટા દસ્તાવેજો સહિત વિવિધ કિસ્સાઓમાં ખોટી રીતે પચાવી પાડવાનું પ્રાથમિક તપાસમાં જણાતાં જિલ્લા કલેકટરે આ સુચના આપી હતી.
અમદાવાદ જિલ્લામાં જમીન પચાવી પાડવાના કેસમાં 24 સામે ફરિયાદ નોંધાશે - HARSAD VORA
અમદાવાદઃ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જમીન ખોટી રીતે પચાવી પાડવાની પ્રાથમિક તપાસમાં બહાર આવતા 24 સામે FIR નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ સૂચના આપી છે.
AHMEDABAD
જિલ્લા તકેદારી સમિતિમાં આજે 65 કેસની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાંથી 61 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ચાર કેસોમાં સમાધાન થયું હતું. આ બેઠકમાં નિવાસી જીલ્લા કલેકટર હર્ષદ વોરા, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.