ગુજરાત

gujarat

ETV Bharat / state

Tista Discharge Petition : તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવા તિસ્તાના વકીલની સેસન્સ કોર્ટમાં રજૂઆત - તિસ્તા સેતલવાડ

તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી પર બે દિવસથી સેસન્સ કોર્ટમાં સુનાવણી યોજાઇ રહી છે. જેમાં આજે તિસ્તાના વકીલ તરફથી રમખાણના કેસમાં જે પીડિતો અને સાક્ષી નિવેદન છે તેમાં કોઇ દબાણ કરવામાં આવ્યું ન હતું એવી રજૂઆત કરવામાં આવી હતી.

Tista Discharge Petition : તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવા તિસ્તાના વકીલની સેસન્સ કોર્ટમાં રજૂઆત
Tista Discharge Petition : તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવા તિસ્તાના વકીલની સેસન્સ કોર્ટમાં રજૂઆત

By

Published : Jul 7, 2023, 9:52 PM IST

ડિસ્ચાર્જ અરજી મુદ્દે સુનાવણી

અમદાવાદ : સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે કરેલી ડિસ્ચાર્જ અરજીમાં સતત બે દિવસથી સેસન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે તિસ્તા વકીલ તરફથી રમખાણના કેસમાં જે પણ પીડિતો અને સાક્ષી નિવેદન આપ્યા છે, તેમાં કોઈપણ પ્રકારનું દબાણ આપવામાં આવ્યું ન હતું એવી રજૂઆત કરવામાં આવી હતી.

સેશન્સ કોર્ટમાં સુનાવણી : ગુજરાતમાં વર્ષ 2018 તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી.શ્રી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ ત્રણેય આરોપીઓ સામે એસઆઇટીની તપાસ ચાલી રહી છે. ત્યારે આજે સેશન્સ કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આજની સુનાવણીમાં સેશન્સ કોર્ટમાં તિસ્તાની ડિસ્ચાર્જ અરજીને મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ રમખાણોના કેસોમાં પીડિતો અને સાક્ષીઓ દ્વારા અપાયેલા નિવેદનો તેઓની મરજીથી આપવામાં આવ્યા હતાં અને સાક્ષી ઉપર કોઈપણ પ્રકારનું નિવેદન આપવા માટે દબાણ આપવામાં આવ્યું ન હતું તે જણાવાયું છે...મનીષ ઓઝા એડવોકેટ

સરકારી વકીલે કર્યો છે વિરોધ: ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2002ના સાબરમતી ટ્રેન અગ્નિકાંડ બાદ રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જે બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SIT ની તપાસ ચાલી રહી છે. ત્યારે આજે સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં તિસ્તા સેતલવાડની કેસમાંથી ડિસ્ચાર્જ અરજી મુદ્દે સુનાવણી થઈ હતી. જેનો ગઈ સુનાવણીમાં સરકારી વકીલે વિરોધ કર્યો હતો.

આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં : 2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદી, ભાજપના નેતાઓ અને અન્ય નિર્દોષ માણસો સામે ખોટા પુરાવા ઉભા કરવા બદલ તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સરેન્ડર થવા કહ્યું હતું. પરંતુ તે જ દિવસે તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વચગાળાની રાહત મેળવી છે. ત્યારે આ મુદ્દે આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે.

આવતીકાલે પણ યોજાશે વધુ સુનાવણી: અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે પણ તિસ્તાની ડિસ્ચાર્જ અરજી ઉપર સુનાવણી થઈ શકે છે. આ અરજી ઉપર સોમવારે ચૂકાદો આવી શકે તેવી શક્યતાઓ છે.

  1. Teesta Setalvad: તિસ્તા સેતલવાડની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી, સંજીવ ભટ્ટના વકીલે દસ્તાવેજ માગ્યા
  2. તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવતી કોર્ટ, અવલોકનમાં શું કહ્યું જૂઓ
  3. તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ, ક્રાઇમ બ્રાન્ચે લિધો આ ફેસલો...

ABOUT THE AUTHOR

...view details