ગુજરાત

gujarat

ETV Bharat / state

લોક અદાલતના કેસો નિકાલ માટે વકીલોને આહવાન : HCના મુખ્ય ન્યાયાધીશ - Gujarat in Terms of Disposal of Case in Court

ગુજરાત હાઇકોર્ટના (Case in Gujarat High Court) મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે અદાલતમાં કેસોના નિકાલ માટે વકીલોને આહ્વાન કર્યું છે. હાલ સમગ્ર દેશમાં ગુજરાત કેસના નિકાલની દ્રષ્ટિએ 17માં સ્થાને છે.

લોક અદાલતના કેસો નિકાલ માટે વકીલોને આહવાન : HCના મુખ્ય ન્યાયાધીશ
લોક અદાલતના કેસો નિકાલ માટે વકીલોને આહવાન : HCના મુખ્ય ન્યાયાધીશ

By

Published : Mar 15, 2022, 9:05 AM IST

Updated : Mar 15, 2022, 11:25 AM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે લોક અદાલતમાં કેસોના (Cases Pending in Lok Adalat) નિકાલ માટે સહયોગ આપવા સિનિયર વકીલોને આહ્વાન કર્યું છે. એક કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ હાજર હતા, ત્યારે મુખ્ય મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સિનિયર એડવોકેટ લોક અદાલતમાં પોતાનો સમય આપે અને કેસોના નિકાલ (Disposal of Case in Lok Adalat) કરવામાં મદદરૂપ થાય, તો તે ઉત્તમ કાર્ય રહેશે.

આ પણ વાંચો :Notice to Raksha Shakti University: રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઇકોર્ટના આદેશનું પાલન ન કરતા નોટિસ

ગુજરાત 17 માં સ્થાને -સાથે સાથે ચીફ જસ્ટિસે લોક અદાલતમાં (Case in Gujarat High Court) નિકાલની દ્રષ્ટિએ એક સમયે ગુજરાત પહેલા સ્થાને હતું. પરંતુ હવે 17 માં સ્થાને આવી ગયું છે. તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે નવતર અભિગમ દર્શાવતા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટે લોક અદાલતમાં પોતાનું યોગદાન આપી કેસોના ઝડપી નિકાલ માટે પ્રયાસ કરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો :Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો

"11 વર્ષ સુધી લોક અદાલતમાં કેસના નિકાલની દ્રષ્ટિએ ગુજરાત અગ્રેસર" -ન્યાયાધીશ અરવિંદ કુમાર કહ્યું કે, 'ગુજરાતમાં સૌથી પહેલા લોક અદાલત વર્ષ 1982માં થઇ હતી. જે બાદ સતત 11 વર્ષ સુધી લોક અદાલતમાં કેસના નિકાલની દ્રષ્ટિએ ગુજરાત (Gujarat in Terms of Disposal of Case in Court) દેશભરમાં પહેલા સ્થાને હતું. પરંતુ આજે ગુજરાતનો નંબર 17મો છે. જેથી તમામે સાથે મળીને ગુજરાતને પહેલા નંબરે પહોંચાડવાનું કામ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, 12 માર્ચ શનિવારે રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં કુલ 6 લાખ (Total Cases in Lok Adalat) જેટલા કેસ મૂકવામાં આવ્યા હતા.

Last Updated : Mar 15, 2022, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details