- GTU ઈન્ક્યુબેટર્સ ધ્રુવ પટેલે ડિવાઈસ તૈયાર કર્યું
- સ્તન કેન્સર, બ્લડ સુગર, બ્લડ પ્રેશર અને ગર્ભાવસ્થામાં પણ ઘરે બેઠા નિદાન કરી શકાશે
- ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા પૂર્ણ કરીને ડીવાઈસને લોન્ચ કરાશે
- ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વિના સંકોચે કરી શકશે નિદાન
અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં બેફામ કેન્સરના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે કેન્સરના રોગી પર અંકુશ આવી શકે તે માટે અમદાવાદના ધ્રુવ પટેલેધરે બેઠા કેન્સરનું ટેસ્ટીંગ થઈ શકે તેવું અનોખું સર્જનાત્મક સ્તન કેન્સર ડિવાઈસ બનાવ્યું છે. આકેન્સર ડિવાઈસ કેન્સરથી પીડિત લોકો ઘરે બેઠા કેન્સરની તપાસ કરી શકે છે. ધ્રુવ પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીથી પ્રેરણા લઈનેકેન્સર ડિવાઈસનું સર્જન કર્યું છે. ત્યારે કેન્સર ડિવાઈસ વિષે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, WHOના રીપોર્ટ પ્રમાણે વિશ્વમાં અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરના કેસમાં સતત વધારે થતો જેવા મળી રહ્યો છે. જ્યારે આ ડિવાઈસના ઉપયોગથી સ્તન કેન્સરથી થતાં મૃત્યુ(Deaths from breast cancer)ના રેશીયોને કંઈક અંશે લગામ લગાવી શકાશે.
2020માં ભારતમાં 7 લાખથી વધુ સ્તન કેન્સર નોંધાયા
GTU ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ તેમજ ડીથ્રીએસ હેલ્થકેર ટેક્નોલોજીના સ્થાપક ધ્રુવ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ 2020માં 7 લાખથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. જે આગામી 2025 સુધી 8 લાખથી વધુ થવાની શક્યતા છે. અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરની જાગૃતી ઓછી છે. જેના કારણોસર તેની જાણ બિજા સ્ટેજ પછી થતી હોવાથી જીવનું જોખમ રહે છે. પ્રથમ સ્ટેજમાં જ નિદાન થઈ જાય તો, મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.