ગુજરાત

gujarat

ETV Bharat / state

શું તમારી પાસે રૂપિયા હોય તો જ કોઈની મદદ કરી શકાય? વાત ખોટી પાડે છે કઠવાડાના ટેનિસ ચુનારા - શ્રમિક

શું તમારી પાસે રૂપિયા હોય તો જ કોઈની મદદ કરી શકાય? ના… આ વાત ખોટી પડી રહી છે, આજે અહી વાત કરવી છે અમદાવાદ જિલ્લાના કઠવાડા ગામની અને ટેનિસ ચુનારાની...

શું તમારી પાસે રૂપિયા હોય તો જ કોઈની મદદ કરી શકાય? વાત ખોટી પાડે છે કઠવાડાના ટેનિસ ચુનારા
શું તમારી પાસે રૂપિયા હોય તો જ કોઈની મદદ કરી શકાય? વાત ખોટી પાડે છે કઠવાડાના ટેનિસ ચુનારા

By

Published : Apr 10, 2020, 8:37 PM IST

Updated : Apr 10, 2020, 8:58 PM IST

અમદાવાદઃ માનવ સેવા એ પ્રભુ સેવા… એ ઉક્તિ ખરેખર સાર્થક થાય છે. હાલ કોરોનાનો ચેપી વાયરસ ફેલાયો છે, જેને કારણે સરકારે 21 દિવસનું કડક લૉક ડાઉન જાહેર કર્યું છે. આ લૉક ડાઉનમાં કેટલાય શ્રમિકો પોતાના ઘરથી દૂર ફસાઈ ગયાં છે. શું તમારી પાસે રૂપિયા હોય તો જ કોઈની મદદ કરી શકાય? ના… આ વાત ખોટી પડી રહી છે, આજે અહી વાત કરવી છે અમદાવાદ જિલ્લાના કઠવાડા ગામના યુવાનની.

વાત છે કઠવાડામાં ચાલતાં શેલ્ટર હોમની... અહીં રહેતાં 101 આશ્રિતો રોજ ટેનિસની કાગડોળે રાહ જુએ છે. હમણાં ટેનિસ આવશે અને કંઈક લાવશે એવી આશામા રહેતા શ્રમિકો ક્યારેય નિરાશ નથી થતાં... ટેનિસ આમ તો રિક્ષાચાલક છે અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હા ટેનિસ કોઈ સાધનસંપન્ન માણસ તો નથી જ, પરંતુ તેનું દિલ અને સ્વભાવ કંઈ કેટલાય સાધનસંપન્ન અમીરોને શરમાવે એવું છે.

શું તમારી પાસે રૂપિયા હોય તો જ કોઈની મદદ કરી શકાય? વાત ખોટી પાડે છે કઠવાડાના ટેનિસ ચુનારા
કોવિડ-૧૯ મહામારીને પગલે સમગ્ર દેશમાં લૉક ડાઉન જાહેર કરાયું છે. અમદાવાદ કે અન્ય શહેરોમાં કામ કરતાં કેટલાય શ્રમિકો વતનમાં જઈ શક્યા નથી. જોગાનુજોગ તેઓ અહીં ભેગા થયાં છે. ક્યાંક સંજોગો તેમને અહીં લાવ્યાં છે અને ક્યાંક તેમને તંત્ર દ્વારા અહીં લાવવામાં આવ્યાં છે. અહીં વ્યવસ્થા સંભાળતાં ટી.ડી.ઓ પંકજ મહીડા સતત છેલ્લા ૧૩ દિવસથી, સમય, ઘર અને પરિવારની ચિંતા કર્યા વિના સમગ્ર પંચાયતની ટીમને જોતરીને આ આશ્રિતો માટે સેવા કરી રહ્યા છે. મહીડા કહે છે કે આ શ્રમિકોને અહીં જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાઇ છે. તેમને રહેવા જમવા અન્ય સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાના સહયોગથી ફૂડ પેકેટ ખાદ્ય કીટ કપડા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ શ્રમિકો માટે સૌથી મોટો સહયોગ કઠવાડા ગામના રહીશો આપી રહ્યાં છે. કઠવાડા ગામમાં રહેતા દાનવીરો યથાયોગ્ય યોગદાન ક્યાંક નાણાં સ્વરૂપે તો ક્યાંક ભોજન સ્વરૂપે અહીં વહાવી રહ્યા છે. ગામના રહીશોને કંઈક આપવું છે એવી જાણ થતાં જ ગામના રિક્ષાચાલક ટેનિસ ચુનારા જાતે ત્યાં પહોંચી જાય છે. કોકને ત્યાંથી ચોખા, ઘઉ અન્ય ભોજન, તો ક્યારેક લાપસી જેવું મિષ્ઠાન જાતે એકઠું કરે છે અને અહીં રહેતા શ્રમિકોને પહોંચાડે છે. ટેનિસ આટલેથી અટકતાં નથી. આમાંથી કોઈને ક્યાંય પણ જવાની જરૂરિયાત ઉભી થાય તો ટેનિસ પોતાની રિક્ષામાં જ લઈ જાય છે. આ સમયમાં ટેનિસ મુસાફરોની હેરફેર કરી ભાડું કમાવવાના બદલે પુણ્ય કમાય છે.તલાટી જયેશભાઈ કહે છે કે સાધન સંપન્ન જીઆઇડીસીના અમીર ઉદ્યોગકારોની વચ્ચે કાર્યરત કઠવાડા શેલ્ટર હોમ ટેનિસ જેવા સ્વભાવથી માલેતુજાર લોકોના કારણે જીવંત છે. કઠવાડાના સરપંચ પણ અહીં દિવસરાત સેવા આપે છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સંકલનને કારણે અહીં બીજી કોઈ તકલીફ તો નથી જ પડતી. અહીં રહેતા આશ્રિતોને સમય પસાર કરવામાં મુશ્કેલી પડતી હતી. અમારી રજૂઆતના પગલે તંત્ર દ્વારા તરત જ અહીં ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંના આશ્રિતો ટીવી પર રામાયણ- મહાભારત જેવી સિરિયલ જોઈને શાંતિથી સમય પસાર કરે છે. જો કે તેમને તેમના ઘર પરિવારની યાદ સતાવે છે, પરંતુ કઠવાડાના ગ્રામજનોના સહકારને કારણે તેમના કલેજાને ઠંડક પહોંચે છે અને તેવું માને છે કે અમારું કોઇક અહીં છે.સલામ છે આ ટેનિસને અને સેવારત સરકારી અધિકારી કર્મચારીઓને… એટલું નિશ્ચિત છે કે જ્યાં સુધી લોકોમાં સેવાભાવ જીવંત છે, ત્યાં સુધી આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પણ જીવંત રહેશે.
Last Updated : Apr 10, 2020, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details