ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદારો આધાર નંબર લિંક કરી શકે તે માટે રાજ્યમાં યોજાશે કેમ્પ - આધાર નંબર લિંક કરાવું જરુરી

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સહભાગીતાપૂર્ણ ચૂંટણીઓનું સંચાલન કરતું ભારતનું ચૂંટણી પંચ સમય સાથે કદમ મિલાવી આધુનિક ટેક્નોલોજીના (Modern technology) ઉપયોગ અને નવીન વ્યવસ્થાઓ થકી સમગ્ર પ્રક્રિયાને સરળ અને સુગમ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. મતદારો આધાર નંબર લિંક કરી શકે તે માટે સમગ્ર રાજ્યમાં વિશેષ કેમ્પ યોજવામાં આવશે.

મતદારો આધાર નંબર લિંક કરી શકે તે માટે રાજ્યમાં યોજાશે કેમ્પ
મતદારો આધાર નંબર લિંક કરી શકે તે માટે રાજ્યમાં યોજાશે કેમ્પ

By

Published : Jul 10, 2022, 11:03 AM IST

Updated : Jul 10, 2022, 1:36 PM IST

ગાંધીનગર:લોકશાહીની સૌથી મોટી તાકાત એવા મતદારોની ચૂંટણી (Electoral process of voters) પ્રક્રિયામાં સહભાગીતા વધે અને મતદારલક્ષી સુવિધાઓમાં વધારો થાય તેવા નિર્ધાર સાથે જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ દ્વારા વિવિધ સુધારા પણ કરવામાં આવે છે. મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારયાદીને ક્ષતિરહિત કરવા આ વર્ષે વર્તમાન મતદારો પોતાના આધાર નંબરની જાણ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. દરેક જિલ્લામાં મહિનાના જે રવિવારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી નિશ્વિત કરે તે દિવસોમાં મતદારો આધાર નંબર મતદાર ઓળખપત્ર સાથે લિંક કરી શકે તે માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે.

આ પણ વાંચો:Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ

મતદારો માટે આધાર લિંક:મતદાર નોંધણી નિયમો, 1960ની કલમ 26(B) મુજબ દરેક વ્યક્તિ કે જેનું નામ મતદારયાદીમાં ઉમેરાયેલું છે, તે કલમ 23(5)ની જોગવાઈ મુજબ નવું દાખલ થયેલ ફોર્મ 06(B) ભરી પોતાના મતદાર ઓળખ પત્ર સાથે આધાર નંબર લિંક કરાવી શકશે. જો કે ચૂંટણી પંચ દ્વારા એ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, મતદાર ઓળખ પત્ર સાથે આધાર નંબર લિંક કરાવવું કે નહીં તે મતદાર સ્વૈચ્છિક રીતે નક્કી કરશે. આધાર નંબર લિંક ન કરાવનાર કોઈપણ મતદારનું નામ મતદારયાદીમાંથી કમી કરવામાં આવશે નહીં.

ક્યાં થશે કાર્યવાહી:તા.17 જૂન, 2022ના જાહેરનામામાં દર્શાવ્યા અનુસાર આગામી તા.1 એપ્રિલ,2023 સુધી મતદાર તરીકે નોંધાયેલા દરેક વ્યક્તિ પોતાના આધાર નંબરની જાણ કરી શકે છે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા નોંધાયેલા મતદારો પાસેથી આધાર નંબર એકત્રિત કરવા માટે સંભવિત રીતે આગામી તા.1 ઓગષ્ટ, 2022થી ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાના સહયોગથી મતદારોને આ સબંધે જાગૃત કરવામાં આવશે. સાથે જ સંભવતઃ તા.4 સપ્ટેમ્બર, 2022ને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં અને ત્યારબાદ દરેક જિલ્લામાં મહિનાના જે રવિવારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી નિશ્વિત કરે તે દિવસોમાં મતદારો આધાર નંબર મતદાર ઓળખપત્ર સાથે લિંક કરી શકે તે માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે.

આ પણ વાંચો:સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ આવાસ કર્મચારીઓએ પૈસા કમાવા મકાનો ભાડે ચડાવ્યાં

નંબર લિંક કરાવવા માટે ફોર્મ 06(B) ભરવાનું:જેનું નામ મતદારયાદીમાં નોંધાયેલું છે, તેવા મતદારોએ આધાર નંબર લિંક કરાવવા માટે ફોર્મ 06(બી) ભરવાનું રહેશે જે ચૂંટણી પંચની વેબસાઈટ www.eci.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદાર ઑનલાઈન પોર્ટલ કે મોબાઈલ ઍપ મારફત ફોર્મ 06(B) ભરી આધાર કાર્ડ સાથે લીંક કરેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો વન ટાઈમ પાસવર્ડ દાખલ કરી સ્વપ્રમાણિત કરી શકશે. સંજોગાવશાત્ આ પ્રક્રિયામાં તકનિકી ચૂકના કારણે સ્વપ્રમાણિત ન થઈ શકે તો મતદાર જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ 06(B) જમા કરાવી શકશે. આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારી અને બુથ લેવલ ઑફિસર પાસેથી ફોર્મ 06(B) મેળવી આધાર નંબર નોંધાવી શકાશે.

Last Updated : Jul 10, 2022, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details