અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકિંગ કરી રહી છે. તેમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હાથ ધરેલા અભિયાન હેઠળ શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમે અનેક જગ્યાએ તપાસ હાથ ધરતા મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અલગ-અલગ વિસ્તારમાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં શનિવારે શહેરમાં આવેલી શાળા-કોલેજ જેવી અલગ અલગ જગ્યા પર મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ કર્યું હતું. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 741 જેટલી જગ્યાની ચકાસણી કરતા 193 એકમોને નોટિસ આપી 2,73, 700 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
શહેરમાં વધારે મચ્છરોનો ઉપદ્રવ પૂર્વ ઝોનમાં મળી આવ્યો હતો. જેમાં 51 એકમોને નોટિસ આપી હતી અને 1 લાખ જેટલો દંડ વસૂલાયો હતો. ત્યાર બાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 35 એકમો પાસેથી 24,500, ઉત્તર ઝોનમાં 34 એકમો પાસેથી તે 81,700 , મધ્ય ઝોનમાં 34 એકમો પાસેથી 17,500, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31 એકમો પાસેથી 13,500, દક્ષિણ ઝોનમાં 5 એકમ પાસેથી 500 તેમજ પશ્ચિમ ઝોનમાં ત્રણ ઈસમો પાસેથી 15,009 ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
AMC એ મચ્છરના બ્રિડિંગ મળતાં 741 જેટલી જગ્યા પર ચેકિંગ, 193 જગ્યાને નોટિસ આપી રૂપિયા 2.73 લાખનો દંડ વસૂલ્યો
અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ શનિવારે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેક કરેલા યુનિટ્સમાં સાઇટોમાં લિફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકિંગ હાથ ધરાયું હતું. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગિંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકિંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ શનિવારે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. ચેક કરેલા યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકિંગ હાથ ધરાયું હતું. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગિંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકિંગ અને તેેને નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.