ગુજરાત

gujarat

ETV Bharat / state

Camp Hanuman sobhayatra: કેમ્પના હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા 18મી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન - હનુમાન જયંતી

અમદાવાદમાં શહેરમાં આર્મી કેમ્પની વચ્ચે આવેલા કેમ્પના હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી (Hanuman Jayanti )નિમિત્તે હનુમાનજીની 18મી શોભાયાત્રાનું આયોજન (Camp Hanuman sobhayatra)કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા શહેર વિવિધ વિસ્તારમાં ઉત્સાહ પૂર્વક યાત્રા કાઢવામાં આવશે. આ કેમ્પના હનુમાન મંદિર થઈ નીકળી વાયુદેવ મંદિર વાસણા સુધી શોભાયાત્રા જશે.

Camp Hanuman sobhayatra: કેમ્પના હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા 18મી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન
Camp Hanuman sobhayatra: કેમ્પના હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા 18મી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન

By

Published : Apr 11, 2022, 5:03 PM IST

અમદાવાદઃશહેરના શાહીબાગ આર્મી કેમ્પની વચ્ચે આવેલા કેમ્પના(Camp Hanuman sobhayatra)હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારાહનુમાન જયંતીનિમિત્તે (Hanuman Temple of the camp)હનુમાનજીની 18મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અમદાવાદ શહેર વિવિધ વિસ્તારમાં ભારે ઉત્સાહ પૂર્વક યાત્રા કાઢવામાં આવશે. કેમ્પના હનુમાન મંદિરના ટ્રસ્ટ દ્વારા આગામી 15 એપ્રિલના રોજ અમદાવાદમાં હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પના હનુમાન મંદિર થઈ નીકળી વાયુદેવ મંદિર વાસણા(Vayudev Mandir Vasana) સુધી જશે.

કેમ્પના હનુમાન મંદિર

વાયુદેવતાજી અનુમતિ લેવા માટે શોભાયાત્રા -ભૂતપૂર્વ ટ્રસ્ટી પાર્થિવ અધ્યારૂએ જણાવ્યું હતું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં રિવાજ છે કે કોઈપણ કામ કરતા હોય ત્યારે પિતાજી અનુમતિ લેવી ખૂબ જ જરૂરી છે. તેથી મંદિર દ્વારા(Shahibaug Army Camp)પહેલા તેમની અનુમતિ લેવામાં આવશે. 16 એપ્રિલે હનુમાનજી જન્મોત્સવ ઉજવવાની અનુમતિ લેવા માટે 15 એપ્રિલના રોજ હનુમાનજી શોભાયાત્રા કાઢીને તેમના પિતા વાયુદેવની અનુમતિ લેવા માટે શોભાયાત્રા કાઢવામાં આવશે.

શોભાયાત્રામાં અનેક સુશોભિત વાહનો -હનુમાનજીની શોભાયાત્રામાં આશરે 7 જેટલા ટેબ્લો હશે જેમાં ધાર્મિક અને સામાજિક જ્ઞાન આપતા હશે. જેમાં મુખ્યરથને એક ખાસ ડિઝાઇનથી બનાવવામાં આવ્યો છે. આ મુખ્ય રથ પાછળ એક વાહનમાં ટોપ રાખવામાં આવશે. તે મુખ્ય રથની પાછળ 14 સુશોભિત ટ્રક હશે અને 5 નાના સુશોભિત વાહનો હશે. આ ઉપરાંત આ યાત્રામાં 200 જેટલા મોટરસાઇકલ અને 50 જેટલી કારણો કાફલો હશે.

આ પણ વાંચોઃHarni Bhidbhanjan Hanumanji: હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે કોરોનાના કારણે ભક્તો માટે ખાસ વ્યવસ્થા, મશીનથી ચઢાવી શકાશે તેલ

આ શોભાયાત્રામાં અખાડા જોવા મળશે -હનુમાનજી મંદિર કેમ્પની શોભાયાત્રા 40 જગ્યા પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાં હનુમાન ચાલીસ પાઠનું પઠન કરવામાં આવશે.સાથે સાથે એક અખાડો પણ જોડાશે. નાસિક ઢોલ વગાડતા વગાડતા શોભાયાત્રા આગળ વધશે.

હનુમાનજીની શોભાયાત્રા રૂટ -હનુમાનજી કેમ્પથી નીકળી શાહીભાગ, શુભાષબ્રિજ, જુના વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ, વલ્લભ સદન, વી.એસ.હોસ્પિટલ, પાલડી, ચન્દ્રનગર થઈ વાસણા ખાતે આવેલ વાયુદેવતાજીના મંદિર પહોંચશે. ત્યાં 56 ભોગ ધરાવી પરત ફરશે.જે ધરણીધર, નહેરુનગર, સહજાનંદ કોલેજ, વિજય ચાર રસ્તા, નવરંગપુરા સ્કૂલ, સરદાર પટેલ બાવલા થઈ મંદિર પરત ફરશે.

હનુમાનજી જન્મોત્સવના દિવસે વિશેષ કાર્યક્રમ -16 એપ્રિલના રોજ હનુમાન જન્મ મહોત્સવ દરમિયાન સવારે 7 કલાકે મંગળા આરતી,સવારે10 વાગે સુંદરકાંડ,અને વિજય મુર્હતમાં ફૂલો ઉછાળીને જન્મોત્સવ ઉજવાશે સાથે સાથે સમગ્ર દિવસ દરમિયાન મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવે તેવી શક્યતા -કેમ્પના હનુમાનજી મંદિર આર્મી કેમ્પમાં આવેલ હોવાથી યાત્રાળુને ભારે મુશ્કેલી પડતી હોય છે. જયારે અમુક સમયે આર્મી જવાનો સુરક્ષાને કારણે દરવાજા બંધ કરી દેવામાં આવે છે. કોઈ કાર્યક્રમ મંદિર રાખવામાં આવે ત્યારે પણ ભારે મુશ્કેલી યાત્રાળુને પડતી હોય છે. જેના કારણે મંદિર ખસેડવા માટે દિલ્હી આર્મી ઓફિસમાં અરજી પણ કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને AMCની મંજૂરી મળતા જ મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃJamnagar Hanuman Temple: 2 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવનારું જામનગરનું બાલા હનુમાન મંદિર બનશે ગુજરાતનું સૌપ્રથમ મંત્ર મંદિર, જાણો શા માટે

ABOUT THE AUTHOR

...view details