આજે વડોદરા વોર્ડ નંબર-13ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વોર્ડ નંબર-13માં વિસ્તારમાં આવેલા 77 બુથ પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીમાં કુલ 62444 મતદારો નોંધાયેલા છે. જેમાં 31320 પુરુષ અને 31105 સ્ત્રી તેમજ 9 સર્વિસ વોટર્સ સામેલ છે. આ બેઠક પર યોજાનારી ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે જંગ છે. મતદાન યોજાયા બાદ બરોડા હાઇસ્કૂલ ખાતેના સ્ટ્રોગરૂમમાં ઇવીએમ લોખંડી બંદોબસ્ત વચ્ચે મુકાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર થશે. મતદાનની પ્રક્રિયા માટે 500 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
ખેડાની કપડવંજ નગર પાલિકામાં ખાલી પડેલી 10 બેઠકો પર પેટા ચૂંટણી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગયું છે. જેમાં 15 અપક્ષ અને 9 ભાજપ મળી 24 સીટો પર મતદાન યોજાઈ રહ્યું છે. 34 બુથ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.