ગુજરાત

gujarat

ETV Bharat / state

L.D કોલેજમાં વિદ્યાર્થીઓના તોફાન, પ્રિન્સિપાલ પર ફેંકી ખુરશી, ફરિયાદ દાખલ - અમદાવાદ

L.D આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં કરતા તોફાન અંગે પ્રિન્સિપાલે આજે તેમને મળવા બોલાવ્યા હતા,(Bullying of students in L D College) જે દરમિયાન ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીએ કેબિનમાં રહેલો પોર્ટ ફેંક્યો હતો. જે બાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો અને કેબિન બહાર જઈને પર છૂટી ખુરશી ફેંકીને કાચ તોડી નાખ્યો હતો.(Chair thrown at Principal) સમગ્ર મામલે પ્રિન્સિપાલ દ્વારા ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.

L.D કોલેજમાં વિદ્યાર્થીઓના તોફાન, પ્રિન્સિપાલ પર ફેંકી ખુરશી, ફરિયાદ દાખલ
L.D કોલેજમાં વિદ્યાર્થીઓના તોફાન, પ્રિન્સિપાલ પર ફેંકી ખુરશી, ફરિયાદ દાખલ

By

Published : Sep 26, 2022, 7:37 PM IST

Updated : Sep 26, 2022, 11:06 PM IST

અમદાવાદ:L.D આર્ટસ કોલેજમાં રબારી અર્જુન,રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓસામે અનેક ફરિયાદો થઈ હતી. અધ્યાપકોને હેરાન કરવા,(Bullying of students in L D College) વિદ્યાર્થીનીને હેરાન કરવી, સહિતની ફરિયાદો હતી. જેથી તેમને જુલાઈ મહિનામાં મળવા બોલાવ્યા હતા, ત્યારે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહિ, થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ કલાસે છરી બતાવતા હતા અને લોકોને ડરાવતા હતા. મહિલા અધ્યાપકોને ચાલુ કલાસે જઈને તેમના ક્લાસના દરવાજા ચાલુ કલાસે બંધ કરી દેતા હતા. બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા અધ્યાપક ભણાવતા હતા, ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક NSUI સાથે જોડાયેલા છે. જેમાં અર્જુન રબારી L.D કોલેજનો NSUIનો ઉપપ્રમુખ છે.

L.D કોલેજમાં વિદ્યાર્થીઓના તોફાન, પ્રિન્સિપાલ પર ફેંકી ખુરશી, ફરિયાદ દાખલ
છૂટી ખુરશી ફેંકી: આ સમગ્ર મામલે આજે L.D આર્ટસના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ ત્રણેય વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા હતા ત્યારે, દાદાગીરી કરતા જ ત્રણેય વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા હતા. અર્જુન રબારી ત્રીજા વર્ષમાંઆર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીંંને પ્રિન્સિપાલે શાંતિથી વાત કરવા કહ્યું હતું, જે બાદ ઉશેકરાઈને એક વિદ્યાર્થીની ઉભી હતી, તેના માથા પરથી પોર્ટ છૂટો ફેંક્યો હતો. જે બાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જે બાદ દોડીને કેબીન બહાર જતો રહ્યો હતો. જે બાદ કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી,(Chair thrown at Principal) પરંતુ પ્રિન્સિપાલ હટી જતા કાચ તૂટીને ખુરશી કેબિનમાં આવી હતી. જે બાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા.
L.D કોલેજમાં વિદ્યાર્થીઓના તોફાન
કોલેજમા તોફાન: આ મામલે કોલેજના પ્રિન્સિપાલ ડો. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ શરૂઆતથી જ કોલેજમા તોફાન કરી રહ્યા છે. અનેક ફરિયાદો અગાઉ આવી ચૂકી છે, પરંતુ માફી પત્ર આપીને છોડી દેવામાં આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થીઓએ હદ પાર કરીને મને જેમતેમ બોલીને મને મારવાનો પ્રયત્ન કર્યો છે, જેથી હું ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યો છું.છોકરીઓના નામે ગાળો:ચંચલ ચૌહાણ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, આજના બનાવ સિવાય પણ વિદ્યાર્થીઓ અગાઉ પણ દાદાગીરી કરતા હતા.આ ત્રણેય વિદ્યાર્થીઓ છોકરીઓના ફોટા લઈને એકબીજાને ફોરવર્ડ કરતા હતા. કોલેજના ગ્રુપમાંથી નંબર લઈને ખરાબ મેસેજ કરતા હતા. છોકરીઓ રિક્ષામાં જાય ત્યારે તેમની પાછળ પાછળ જાય છે. ગર્લ્સ વૉશરૂમમાં છોકરીઓના નામે ગાળો લખે છે. આખું ગૃપ NSUI નું છે.
Last Updated : Sep 26, 2022, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details