અમદાવાદ :દેશની સૌથી પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે (Ahmedabad to Mumbai Bullet train) શરૂ થનાર છે. જેમાં જમીન સંપાદન લઈને અનેક મુશ્કેલીઓ સામે આવી હતી. જેના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવ્યો નથી. પરંતુ હાલમાં જમીન સંપાદન કામગીરી પૂર્ણ થતા પુર ઝડપે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ 2026 સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. (Bullet train project in Gujarat)
અમદાવાદ જિલ્લામાં જમીન સંપાદન હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે અમદાવાદ જિલ્લામાં કુલ 2,70,000 ચો.મીટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, સાબરમતી, વટવા અને અસારવા તાલુકામાંથી જમીન સંપાદન કરવામાં આવ્યું છે. આ જમીન ધારકોને રેલવે વિભાગે કુલ 1108.45 કરોડ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. જેમાં ગુજરાતમાં કુલ 954.28 હેક્ટર અને મહારાષ્ટ્ર 942.71 હેકટર જમીન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી છે. (Ahmedabad Sabarmati Bullet Train station)
ટ્રાન્સપોર્ટ માટે અલગ પ્રકારની વ્યવસ્થાસાબરમતી ખાતે તૈયાર કરવામાં આવેલા બુલેટ ટ્રેન સ્ટેશન એ ટ્રાન્સપોર્ટ અલગ જ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ દેશનું પ્રથમ સ્ટેશન હશે જેમાં એક જ સ્ટેશન પરથી મેટ્રો, BRTS અને રેલવેમાં આવે તો તે ત્યાંથી સીધા સાબરમતી બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ પર પહોંચી શકે છે. સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર બાજુ ચાલતી ટ્રેનની સંચાલન પણ સાબરમતી કરવામાં આવી રહ્યું છે. (bullet train speed)
સાબરમતી ખાતે મુખ્ય સ્ટેશનબુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતીથી મુંબઈ સુધી ચાલશે. જેના પગલે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાબરમતી મલ્ટી મોડલ વિશેષતાની વાત કરવામાં આવે તો આ સ્ટેશનમાં કુલ 2 બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક બિલ્ડિંગ 7 માળ અને બીજું બિલ્ડિંગ 9 માળ છે. જેમાં 3 માળ સુધી માત્ર પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે 3 માળથી ઉપર ઓફિસ, દુકાન, ફૂડઝોન, હોટલ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિગમાં બસ, રીક્ષા, કાર માટે અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. (Sabarmati Bullet Train Station facility)