અમદાવાદ:ભારતની સૌથી પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ માનો એક પ્રોજેક્ટમાં પણ ગણવામાં આવી રહ્યો છે. જે અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 500થી વધારે કિલોમીટરનું અંતર માત્ર બે કલાકથી પણ ઓછા સમયગાળામાં કાપી શકાશે. જેને કામગીરી પણ પૂર ઝડપે ચાલી રહી છે.
દેશ વિકાસના પંથે:સંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે. આજ 9 વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રે વિકાસ જોવા મળી રહ્યો છે. દેશની 135 કરોડ જનતાને પણ મહેસુસ થઈ રહી છે કે દેશ ખરેખર હવે બદલાઈ રહ્યો છે. અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલનારી દેશની સૌથી પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની ઘોષણા 2014 ના બજેટમાં કરવામાં આવી હતી. જેનો અંતર્ગત અમદાવાદના સાબરમતી સ્ટેશન ઘણું કામ થયું છે. જે મે જાતે આવીને જ નિરીક્ષણ કર્યું છે.
તમામ બાબતનો ધ્યાનમાં રાખી વિકાસ:વધુમાં જણાવ્યું હતું કે સાબરમતી ખાતે તૈયાર થઈ રહ્યું બુલેટ ટ્રેનનું સ્ટેશન જે વિદેશના સ્ટેશનોથી પણ વધારે સારી સુવિધા આપતું આ સ્ટેશન જોવા મળશે. જેમાં મેટ્રો બીઆરટીએસ રેલવે સાથે પણ જોડવામાં આવશે. આ સ્ટેશનને નાના રીક્ષા ડ્રાઇવરને પણ ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવ્યું છે. આવા અનેક પ્રોજેક્ટ વડાપ્રધાન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે. જેના ઉપર હાલમાં ઝડપે કામ પણ ચાલી રહ્યા છે.