ગુજરાત

gujarat

ETV Bharat / state

તંત્રની બેદરકારી અવારનવાર સામે આવવા છતાં આંખો ખુલતી નથી: વિપક્ષ નેતા - અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ભોજલધામ રેસિડન્સી પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ એકાએક ધરાશાયી થતા 10 જેટલા મજૂરો દટાયા હતા. જોકે, સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ મજૂરોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. જેમાંથી 6 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને બચાવ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે.આ ઘટના બાદ વિપક્ષ નેતા દિનેશ શર્માએ તેમની પ્રતિક્રિયા આપી હતી.

પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા વિપક્ષ નેતા દિનેશ શર્મા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટનું નિવેદન

By

Published : Aug 19, 2019, 9:08 PM IST

આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દિનેશ શર્માએ જણાવું હતું કે, બોપલની જે ટાંકી દુર્ઘટના બની તેનાથી તંત્ર એ કોઈ બોધપાઠ લીધો હોત, તો આ ઘટના થતા અટકાવી શક્યા હોત. આ ઘટનામાં સંપૂર્ણ રીતે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટર ભૂલ દેખાઈ રહી છે. આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને એનાથી તંત્રએ કાઈ શીખવું જોઈએ.

પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા વિપક્ષ નેતા દિનેશ શર્મા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટનું નિવેદન

બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ જણાવે છે,આ દુર્ઘટનામાં જે બન્યું છે તેનાથી જવાનો વાંક હશે એને છોડવામાં નહીં આવે.

અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં ભોજલધામ રેસિડન્સી પાસે એએમસીની ટાંકીની પાસે પમ્પ હાઉસનું ધાબુ ભરવા દરમિયાન ધાબું આજે બપોરે એકાએક ધરાશાયી થતા 8 જેટલા મજૂરો દટાયા હતા. જો કે, સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ મજૂરોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. જેમાંથી 6 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને બચાવ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details