ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરાઈવાડી મકાન દુર્ઘટનાઃ મૃત્યુઆંક 5 થયો, ઘાયલો સારવાર હેઠળ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. અનેક લોકો આ મકાનના કાટમાળ નીચે દબાયા હતાં, જ્યાં રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો દટાયા હતાં. જેમાં અંદાજે 7 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 3 વ્યક્તિના મોત થયા છે. અમરાઈવાડીમાં ટોરેન્ટ પાવર સામે આવેલી બંગલાવાળી ચાલીમાં ત્રણ માળનું 72 વર્ષ જૂનું મકાન ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ ધરાશયી થયું હતું. જેમાં બે મહિલા અને એક પુરુષ સહિત ચારનાં મોત થયા હતા. હવે સમાચાર મળી રહ્યાં છે કે, મોડી રાત્રે વધુ એક મૃતદેહ મળતા મૃત્યુઆંક 5 થયો છે.

અમદાવાદના અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 1નું મોત

By

Published : Sep 5, 2019, 4:47 PM IST

Updated : Sep 6, 2019, 9:24 AM IST

મળતી વિગતો મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં બંગલાવાળી ચાલીમાં 100 વર્ષ જૂનું ત્રણ માળનું મકાન જર્જરિત હાલતમાં હતું જે ધરાશાયી થયું હતું. જેના પગલે 14થી વધુ લોકો મકાનમાં દટાયા હતાં. આ ઘટનાને પગલે આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.

મકાનની અંદર ફસાયેલા લોકોને યુદ્ધના ધોરણે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની 21 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરી હતી. આ ઘટનામાં 3 વ્યક્તિના મોત નિપજ્યાં છે, તો અનેક ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં સાંકડી ગલી હોવાથી બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આસપાસના મકાન પણ ખાલી કરાવ્યા છે.

અમદાવાદના અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 3ના મોત
Last Updated : Sep 6, 2019, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details