અમદાવાદ: બિલ્ડર રમણ પટેલ અને પુત્ર મૌંનાગ પટેલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હાજર થયા - રમેલ પટેલ અને મૌનાગ પટેલ થયો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર
અમદાવાદના પોપ્યુલર બિલ્ડર તરીકે જાણીતા રમણ પટેલ અને તેમના પુત્ર વિરુદ્ધ પુત્રવધૂને મારામારી, અપહરણ અને હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાતા જ પિતા પુત્ર ફરાર હતા. શુક્રવારે બિલ્ડર પિતા-પુત્ર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હાજર થયા છે જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ પુત્ર મૌનાગ અને તેમની પત્ની વિરુદ્ધ પુત્રવધૂને માર મારવાનો અને હત્યાની કોશિશ કરવાનો ગુનો નોંધાયો હતો.જે બાદ બંને પિતા પુત્ર ફરાર હતા.ત્યારે ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી પુત્રવધૂના માસીના ઘરેથી કેસમાંથી ફરી જવા માટે મોકલાવેલા 2.50 કરોડ રૂપિયા કબ્જે કર્યા હતા.અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પુત્રવધૂએ વધુ નિવેદન આપતા પોલીસે બિલ્ડર પિતા પુત્ર ઉપરાંત તેમના ભાઈ દશરથ અને ભત્રીજા વીરેન્દ્ર વિરુદ્ધ અપહરણ, ગેરકાયદેસર ગોંધી રાખવા અને બળજબરી પૂર્વક સહી કરાવી હતી જે મામલે પોલીસે અગાઉના ગુનામાં કલમ ઉમેરી હતી.