2020-21નું અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું બજેટ રજૂ, ચાંદખેડામાં બનશે નવું ટર્મિનલ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની માતૃસંસ્થા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1947થી શહેરની પ્રજાની જાહેર પરિવહનની સેવા પૂરી પાડે છે. વર્ષ 1947માં 112, 200 અને 38 રુટ સાથે શરૂ થયેલી આ પરિવહન સેવાનો વ્યાપ વધીને આજે 700 અને ૧૫૦ ઓપરેશનલ રૂટ સુધી પહોંચ્યો છે. દરરોજ 5.50 લાખ શહેરીજન સેવાનો લાભ લે છે. આજરોજ ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવેલ કુલ ૮૦૦ બસોના બજેટમાં 700 પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા બસ પૂરી પાડવામાં આવશે. આમ કુલ ફ્લેટમાં પ્રાઇવેટ ઓપરેટરોની મોટા પ્રમાણમાં ફ્લેટ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું મુખ્ય કાર્ય પ્રાઇવેટ ઓપરેટરોની બસોનું યોગ્ય રીતે સંચાલન થાય તેમજ મોનિટરીંગ થાય તે જરૂરી છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ મુખ્ય લક્ષ્ય કાર્યક્ષમ સેવા પૂરી પાડીને પ્રવાસીઓમાં વિશ્વાસ વધે તે જ છે.
એએમટીએસ અને બીઆરટીએસ એ બંનેની માતૃસંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. જેમાં હાલમાં આશરે 150થી વધુ બસ રનમાં છે. આવનારા વર્ષમાં એએમટીએસની કુલ ૮૦૦ અને બીઆરટીએસની કુલ ૮૫૦ બસ ઓપરેશનમાં મુકવામાં આવનાર છે. આ બસો એએમટીએસના 150 અને બીઆરટીએસના 14 રૂટ પર ચલાવવામાં આવે છે આવનારા વર્ષમાં બસોની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થવાનો છે. હાલમાં બીઆરટીએસની બસો બીઆરટીએસના ટ્રેકમાં તેમ જ થોડા પ્રમાણમાં મિક્સ ટ્રાફિકમાં પણ ચાલે છે કે, આવનાર સમયમાં બીઆરટીએસમાં બસો બીઆરટીએસ ટ્રેકની બહાર ચલાવવાની ફરજ પડશે.