ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના શાહપુરમાં BSF તૈનાત, પથ્થરમારા બાદ કડક બંદોબસ્ત - અમદાવાદ લૉક ડાઉન

દેશમાં કોરોના વાયરસને લઈને મહામારી સર્જાઈ છે. ત્યારે કોરોના વોરિયર્સ પર પથ્થરમારાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના શાહપુરમાં પણ પોલીસ પર પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી. જેના પગલે સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રમાંથી આવેલી BSFની ટૂકડીઓ તહેનાત કરી દેવામાં આવી છે.

અમદાવાદના શાહપુરમાં BSF તહેનાત, પથ્થરમારા બાદ કડક બંદોબસ્ત
અમદાવાદના શાહપુરમાં BSF તહેનાત, પથ્થરમારા બાદ કડક બંદોબસ્ત

By

Published : May 11, 2020, 5:13 PM IST

Updated : May 11, 2020, 5:29 PM IST

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. કોરોના પોઝિટિવ કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં પોલીસ અને તબીબો પર હુમલાની ઘટનાઓ બની રહી છે. અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં પણ થોડા દિવસો અગાઉ પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં સ્થાનિક પી.આઇ આર. કે. અમીન સહિત પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે તેવામાં રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા અસામાજિક તત્વોને પણ કડક સૂચના અને ચેતવણી પણ આપવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેના માટે થઈ સંવેદનશીલ વિસ્તારોમાં BSFની ટૂકડીઓ પણ તહેનાત કરી દેવામાં આવી છે.

અમદાવાદના શાહપુરમાં BSF તૈનાત, પથ્થરમારા બાદ કડક બંદોબસ્ત
સ્થાનિક પોલીસ અને BSF દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને લોકોને ઘરમાં રહેવા સૂચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ETV Bharat પણ લોકોને ઘરમાં રહેવા અપીલ કરે છે.
Last Updated : May 11, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details