નિયમો વિશે વાત કરવામાં આવે તો....
અમદાવાદ: અકસ્માત ટાળવા માટે BRTSમાં 5 નવા નિયમો ઘડાયા, જાણો નિયમો વિશે - accidents in ahmedabad news
અમદાવાદ: શહેરના પાંજરાપોળમાં BRTSના અકસ્માત બાદ તંત્ર દોડતું થયું છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ BRTS રૂટની મુલાકાત લઇ પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નર યોગ્ય નિરાકરણ લાવવા સૂચના આપી હતી. કોર્પોરેશન દ્વારા પાંચ નવા નિયમો ઘડવામાં આવ્યા છે.
ahmedabad
અમદાવાદમાં અકસ્માતની વાત કરવામાં આવે તો એક વર્ષમાં કુલ 319 અકસ્માત થયા હતા. જેમાંથી નવું અકસ્માતો BRTS બસના થયા હતા. BRTSના કોરીડોરમાં અન્ય વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
વાહનચાલકોને પ્રવેશતા અટકાવવા માટે ટ્રાફિક પોલીસે પણ કડક પગલાં લીધા છે. કુલ 4 સ્કોડને કામે લગાવ્યા છે. જે વાહન ચાલકોને નિયમ કરાવશે. કોર્પોરેશન દ્વારાનો RFDS પણ લગાવવામાં આવશે. જે બસ આવશે એ સમયે ખુલશે જેથી, અકસ્માત ન થાય.