ગુજરાત

gujarat

ETV Bharat / state

દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં - દાણીલીમડા સ્ટેશન

અમદાવાદઃ અમદાવાદના બીઆરટીએસ રૂટની હાલત અત્યંત ખરાબ જોવા મળી હતી. અમદાવાદના દાણીલીમડા ખાતે આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેના બી.આર.ટી.એસનો રોડ છેલ્લા એક વર્ષથી તોડી નાખવામાં આવ્યો છે.

દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં

By

Published : Sep 14, 2019, 12:26 PM IST

છેલ્લા એક વર્ષથી દાણીલીમડા ખાતે પોલીસ સ્ટેશનની સામે જ તૂટેલા રોડની હાલત ખરાબ હોવાથી બીઆરટીએસ બસને પણ સામાન્ય રોડ પર ચલાવવાની ફરજ પડી હતી, ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઇવર દ્વારા અતિ સ્પીડે વાહન ચલાવવાની જે આદત પડેલી હોય છે, તેના કારણે સામાન્ય રૂટમાં બસ ચલાવવાથી અકસ્માતની સંભાવના ઘણી વધી જતી હોય છે.

દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં

બે દિવસ પહેલા જ ધરણીધર દેરાસર પાસે બીઆરટીએસના અકસ્માત થવાના કારણે પ્રજા દ્વારા સમગ્ર રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની મધ્યસ્થતાથી એકાદ કલાકની જહેમત બાદ આ રૂટ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ પણ દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં છે. જેના કારણે BRTS બસને સામાન્ય રોડ પર ચલાવવી પડે છે. જેને જો તા એક નજરે તો એવુ લાગે છે કે તંત્ર હજુ પણ કોઇ અકસ્માતની રાહ જોઇ રહ્યું છે કે શું?

ABOUT THE AUTHOR

...view details