અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવારે આ સમાચાર લખાયાં ત્યાં સુધીમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને 22 માર્ચેને રવિવારે જનતા કરફ્યૂ જાહેર કરાયો છે, જે અગાઉ શનિવારે સાંજના પાંચ વાગ્યાથી એએમટીએસ અને બીઆરટીએસ બસો બંધ કરી દેવામાં આવી હતી.અમદાવાદ- ગુજરાતમાં કોરોનાના કેરથી બચવા માટે જનતાએ શનિવારથી જ પોતાની જાતને કોરોન્ટાઈન કરી નાંખી હતી.
અમદાવાદમાં BRTS અને AMTS સાંજે પાંચ વાગ્યાથી બંધ કરાયા - કોરોના
ગુજરાતમાં કોરોના વાઈરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવારે આ સમાચાર લખાયાં ત્યાં સુધીમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને 22 માર્ચને રવિવારે જનતા કરફ્યૂ જાહેર કરાયો છે, જે અગાઉ શનિવારે સાંજના પાંચ વાગ્યાથી એએમટીએસ અને બીઆરટીએસ બસો બંધ કરી દેવામાં આવી હતી.
મોટાભાગના લોકોએ શનિવારથી જ ઘેર રહેવાનું નક્કી કરી લીધું હતું. શનિવારે બપોરે રોડ પર માંડ 50 ટકા ટ્રાફિક હતો, પાર્કિંગો સાવ ખાલી હતાં. શહેરની ટ્રાન્સપોર્ટ સેવામાં એટલે કે બીઆરટીએસ અને એએમટીએસમાં મુસાફરોની સંખ્યા પણ અડધી થઈ ગઈ હતી. જેથી કોર્પોરેશનના સત્તાવાળાઓએ ત્વરિત નિર્ણય લઈને શનિવાર સાંજના પાંચ વાગ્યા પછી બીઆરટીએસ અને એએમટીએસને ક્રમશઃ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે આમ એકાએક બસ બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન પરેશાન થયાં હતાં. ઘરે જવા માગતા શહેરીજનોને રીક્ષામાં અથવા તો ઉબર કે ઓલા કરીને જવું પડ્યું હતું. રીક્ષાવાળાઓએ ડબલ ભાડા વસૂલવાનું શરૂ કરી દીધું હતું. જો કે કોરોનાથી સેલ્ફ કોરોન્ટાઈન થવું તે સારી વાત છે, અને સ્વેચ્છાએ લોકો ઘરમાં પુરાઈ જાય તે આવકારદાયક છે. પણ શહેરની ટ્રાન્સપોર્ટ સેવા આમ એકાએક બંધ કરી દેવાતાં જનતા પરેશાનીમાં મુકાઈ ગઈ હતી.