ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: BRTS અકસ્માત મામલે ડ્રાઈવર વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો નોંધાયો - brts accident

અમદાવાદ: પાંજરાપોળ પાસે થોડા દિવસો અગાઉ BRTS બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર જતાં 2 ભાઈઓના મોત થયા હતા. અકસ્માત સર્જાતા BRTS બસનો ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જેને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. જે બાદ યોગ્ય તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ડ્રાઈવર વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે.

amdavad
આરોપી

By

Published : Nov 30, 2019, 7:31 PM IST

અકસ્માત બાદ ડ્રાઇવરની ધરપકડ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં FSLની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી હતી અને પોલીસે પણ આ મામલે રિકન્સ્ટક્શન કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, BRTS બસના ડ્રાઇવરે લાલ સિગ્નલ હોવા છતાં બ્રેક મારી નહોતી અને બાઇક ચાલક પણ પીળા સિગ્નલમાં રોડ ક્રોસ કરવા નીકળ્યા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો.

આ મામલે BRTS બસના ડ્રાઈવર વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બસના ડ્રાઈવર ચિરાગની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details