ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાફિકના દંડની જોગવાઈની રકમમાં વધારો થતા લાંચ લેવાના કિસ્સા પણ વધ્યા

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં દંડની રકમથી બચવા ટ્રાફિક પોલીસ દ્વારા લાંચની માંગણી કરવામાં આવે છે. જેનો કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે. જેમાં ટેમ્પો ચાલકને મેમો ના આપવાને બદલે લાંચ લેતા LRD જવાન અને TRB જવાન ઝડપાયા છે.

By

Published : Nov 25, 2019, 11:15 PM IST

અમદાવાદ

શહેરના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ એસ.જી ૧ના ટ્રાફિકબૂથ પાસે લોકરક્ષણ દળના કલ્પેશ કોડિયાતર અને TRBના અરુણ પટણી નામના કર્મી ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાનમાં માલ-સમાન ભરેલો ટેમ્પો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકી તેની પાસે 200રૂપિયા લાંચ પેટે લેવામાં આવ્યા હતા. જેની કાયદેસરની પહોંચ આપવા આવી ન હોતી. આ મામલે ACB દ્વારા અગાઉથી જ ડિકોય ગોઠવવામાં આવી હતી અને બંને કર્મીઓને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા.

ટ્રાફિકના દંડની જોગવાઈની રકમમાં વધારો થતા લાંચ લેવાના કિસ્સા પણ વધ્યા

હાલ બને આરોપીઓની ધરપકડ કરી ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે નવા નિયમો પ્રમાણે દંડની જોગવાઈ વધતા લાંચ લેવાનું પ્રમાણ વધ્યું છે જે અંગે ACB પાસે અરજીઓ પણ આવે છે જેને લઈને ACB દ્વારા શહેરમાં આગામી દિવસોમાં વધુ ડિકોય ગોઠવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details