- ખેલૈયાઓની વરસાદ બાજી બગડશે
- અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ
અમદાવાદઃ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની (navratri) વરસાદ બાજી બગડશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં હજી ભેજનું પ્રમાણ હોવાથી નવરાત્રિના દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તો બીજી તરફ નવરાત્રિના અંતમાં ચોમાસુ વિદાય લેવા તરફ આગળ વધશે તેવી શક્યાતાઓ છે. આ સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24ટકા વધુ વરસાદ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી.
અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ પડતાં માંડવી અને મંડપો પલળી ગયાં હતાં. રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ(rain) ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. પરંતુ સ્થાનિક વાતાવરણના કારણે હળવા વરસાદ આવી શકે છે.
ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય તરફ
ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે . હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના માસમાં ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી ઋતુ શરૂ થશે. જો કે, નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે . જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે. 14 જિલ્લામાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14,31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઈ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45 ટકાથી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદી હવે ઘટ પણ રહી નથી .
જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ 138 ટકા વરસાદ