અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં શનિવારે મોડી સાંજે બાળકો રમત રમી રહ્યાં હતા. આ સમય દરમિયાન હળવો વરસાદ પણ વરસ્યો હતો. રમત દરમિયાન જૈમીન ભાવસાર નામના બાળકને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ અન્ય બાળકોએ જૈમીનના પિતાને કરી હતી.
રમત રમતા બાળકનું વીજ કરંટ લાગતા મોત, ટોરેન્ટ પાવર પર કરાયો આક્ષેપ - gujaratinews
અમદાવાદ: શહેરમાં આવેલા નારોલ વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટમાં શનિવારે સાંજના સમયે પોતાના ઘરની પાસે બાળકો રમી રહ્યાં હતા. ત્યારે એક બાળકનું વીજ કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું હતું. જેમાં સ્થાનિકોએ ટોરેન્ટ પાવર પર આરોપ કર્યો છે અને બેદરકારી પણ ગણાવી છે.
રમત રમતા બાળકનું વીજ કરંટ લાગતા મોત
ત્યારબાદ જૈમીનને બચાવવા જતા તેના પિતાને તેમજ અન્ય બે વ્યક્તિઓને પણ કરંટ લાગ્યો હતો. જોકે જૈમીન નામના બાળકનું કરંટ લાગવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે સ્થાનિકો દ્વારા ટોરેન્ટ પાવર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ ટોરેન્ટ પાવરની બેદરકારીને પગલે જ આ મોત થયું હોવાનું પણ જણાવ્યું હતું.