અમદાવાદઃબ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન ગુજરાતની( Boris Johnson Gujarat Visit)મુલાકાતે છે. ત્યારે ગૌતમ અદાણીઅને બોરિસ જોહ્નસન શંતિગ્રામમાં બન્ને વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ક્ષેત્રે રોકાણ મુદ્દે ચર્ચા કરાઇ છે. બપોરે વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને ગૌતમ અદાણી વચ્ચે બિઝનેસ અંગે મહત્વની બેઠક યોજી હતી. જેમાં આવો જાણીએ ક્યાં (Gautam Adani and Boris Johnson meeting )વિશે ચર્ચા થઈ. આ બેઠકમાં વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને ગૌતમ અદાણી વચ્ચે ડિફેન્સ, એરોસ્પેસ, ગ્લોબલ વોર્મિંગ અને સોલાર ઉર્જા પર થઇ ચર્ચા થઈ હતી.
ગૌતમ અદાણી અને બોરિસ જોનસન બેઠક આ પણ વાંચોઃBoris Johnson Gujarat Visit: ગાંધી આશ્રમે બોરિસ જોન્સનને 'ગાઈડ ટુ લંડન' પુસ્તક ભેટમાં આપી
ભારતીય વિધાર્થીઓને સ્કોલરશીપ -આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરી 5 લાખ રોજગાર ઉભા કરાવામાં આવશે. જે માટે અદાણી ગ્રુપ અને બ્રિટનની કંપની સાથે મળી કામ કરશે. આ સાથે એરોસ્પેસ અને ડિફેન્સ ટેક્નોલોજી પર( Meeting with Businessman Boris Johnson)પણ કામ કરશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારતને ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય વિધાર્થીઓને 2 લાખ પાઉન્ડની સ્કોલરશીપ આપવામાં આવશે.
આ પણ વાંચોઃBoris Johnson Gujarat Visit : બ્રિટન PM ગુજરાતના પ્રવાસ પર 150 ટકા ઇનપુટ ડ્યૂટી ઘટાડવાની શક્યતા
બેઠકમાં મહત્ત્વના મુદ્દે ચર્ચાઓ -આ સાથે આ બેઠકમાં બ્રિટનના વડાપ્રધાને ગૌતમ અદાણીને બ્રિટનમાં જૂન મહિનામાં યોજાનારી ક્લાયમેટ અને સાયન્સટેક્નો સમીટમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. 1 કલાક જેટલી ચાલેલી આ બેઠકમાં મહત્ત્વના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન બે દિવસના (Boris Johnson Gujarat Visit) ભારત પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત તેમણે ગુજરાતથી કરી છે.