ગુજરાત

gujarat

ETV Bharat / state

Bridge Collapses in Ahmedabad: અમદાવાદમાં બોપલથી શાંતીપુરા જતો બ્રિજ થયો ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી - Corruption in Bridge Works

રાજ્યમાં હવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના વધતી જાય છે, ત્યારે કેટલાક બ્રિજ નવા બની રહ્યા છે.ત્યારે અમદાવાદમાં બોપલથી શાંતીપુરા જતો બ્રિજ ધરાશાયી(Bridge Collapses in Ahmedabad) થયો છે. બ્રિજની વચ્ચેનો ભાગ ધડાકાભેર તૂટી પડતા આસપાસના લોકોમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો. જો કે, આ ઘટનાની જાણ થતાં પરંતુ ફાયરનો કાફલો, એમ્બ્યુલન્સ તેમજ બ્રીજ કોન્ટ્રાકટરના કર્મચારીઓ(Bopal to Shantipura Bridge Collapses) ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

Bridge Collapses in Ahmedabad: અમદાવાદમાં બોપલથી શાંતીપુરા જતો બ્રિજ થયો ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
Bridge Collapses in Ahmedabad: અમદાવાદમાં બોપલથી શાંતીપુરા જતો બ્રિજ થયો ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

By

Published : Dec 22, 2021, 9:36 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ધરાશાયી(Bridge Collapses in Ahmedabad) થયો છે. બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી(Shantipura Bridge from Bopal Collapsed) પડ્યો છે. રાત્રે આશરે 11 વાગ્યે આ બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતાં જ ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ મળતી માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

છેલ્લા 8 મહિનાથી બ્રિજ બની રહ્યો હતો

સરદાર પટેલ રિંગ રોડ પર નવો બ્રિજ છેલ્લા 8 મહિનાથી બની રહ્યો હતો. ત્યારે બોપલથી શાંતિપુરા(Bridge Collapses in Gujarat) જવા માટે બની રહેલો બ્રિજ રાત્રી સમય દરમિયાન ધરાશાયી થયો છે. જો કે, આ ઘટનાની જાણ થતાં પરંતુ ફાયરનો કાફલો, એમ્બ્યુલન્સ તેમજ બ્રીજ કોન્ટ્રાકટરના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

સદનસીબે મોટી દુર્ઘટના ટળી

મહત્વનું છે કે, બ્રિજની વચ્ચેનો ભાગ ધડાકાભેર તૂટી(Bridge Collapses Incident in Ahmedabad) પડતા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. પરંતુ જ્યારે આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. SP રીંગ રોડ પર ટ્રાફિકજામ ન થાય એ માટે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોચીને કામે લાગી ગઈ છે. આ ઘટનાને લઈને ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના(Bridge Engineer Department Gujarat) અધિકારીઓ તપાસ શરૂ કરશે.

સળગતા સવાલ બ્રિજ ધરાશાયી અનેક સવાલો

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ધરાશાયી(Bopal to Shantipura Bridge Collapses) થતાં અનેક સળગતા સવાલો ઉભા થાય છે કે, શું બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર(Corruption in Bridge Works) થયો છે, શું બ્રિજમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરાયો, બનતો બ્રિજ કેવી રીતે બેસી ગયો આ ઉપરાત નબળા કામોથી લઈને જનતાની સુરક્ષા પર સવાલ બની રહ્યાં છે. જો કે એતો હવે આવનાર સમય બતાવશે.

આ પણ વાંચોઃ Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી

આ પણ વાંચોઃ અમદાવાદ: 15 નવેમ્બરથી સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરાશે, ઉત્તરાયણ સુધી પૂર્ણ થશે કામગીરી

ABOUT THE AUTHOR

...view details