અમદાવાદઃ શહેરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં 26 લોકોના 24 કલાકમાં મોત થયા છે, જ્યારે નવા 259 કેસ નોંધાયા છે. કોરોનાના 4076 કેસ 234ના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનામાં મોખરે છે, ત્યારે બોપલ પણ કોરોનાનો નવો નિશાનો બની ગયો છે. સ્ટાર બજારના એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી સ્ટાર બજાર ૧૪ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જેના લીધે બોપલવાસીઓમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ બોપલ સ્ટાર બજારનો કર્મચારી કોરોના સંક્રમિત આવ્યો હતો. બાદમાં તેની સાથે કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ યુવક દિવસે સ્ટાર બજાર અને રાતે હોસ્પિટલમાં કામ કરતો હતો. તે રાતે સંગીતા હોસ્પિટલમાં કેશિયર તરીકે કામ કરતો હતો. હોસ્પિટલ કર્મીઓ અને દર્દીઓ પર પણ કોરોનાનો ખતરો આવ્યો છે.