અમદાવાદ દારૂબંધી માટે પોલીસની ધોસ વધતા જ બૂટલેગરો અવનવા કિમીયા( Bootlegger disguised as Rajasthan Police )અપનાવી રહ્યા છે. બુટલેગરના સામાન્ય પેતરા તો અત્યાર સુધી જોવા મળ્યા હશે પણ હવે તો એવી એમ ઓ સામે આવી જે જાણી પોલીસ પણ ચોંકી ગઈ છે. એક બુટલેગર પોલીસથી બચવા જ દારૂનો જથ્થો નકલી પોલીસ બનીને લઈ અમદાવાદમાં આવી ગયો છે. હોટલમાં પોલીસના નામે રોકાવવા જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો.
બુટલેગર નકલી પોલીસ બન્યોપોલીસ કસ્ટડીમાં દેખાતો આ આરોપી હાલ બે અલગ અલગ ગુનામાં ચાંદખેડા પોલીસના હાથે (smuggling foreign liquor)ઝડપાયો છે. આરોપી મંગલસિંહ ભવરસિંહ રાવત ચાંદખેડાની હોટલ અંજલિ પેલેસમાં રોકાવવા આવવાનો હતો. જેની બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી. આરોપી ત્યાં આવતા જ તેને કોર્ડન કરાયો. તેની પાસે રહેલા થેલા ચેક કરતા તેમાંથી 28 બોટલ ઈંગ્લીશ દારૂ અને રાજસ્થાન પોલીસની વર્દી અને મોનોગ્રામ મળી આવ્યા હતા. આરોપીને ચાંદખેડા પોલીસે પૂછપરછ કરી તોય હકીકત ન જણાવી પોતે પોલીસ હોવાનું રટણ કરતો હતો. બાદમાં કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને દારૂનો વેપલો કરવા નકલી પોલીસ બન્યો હોવાની હકીકત કબૂલી હતી.
આ પણ વાંચોદારૂના હપ્તા સેટ કરવા બાબતે ASI સસ્પેન્ડ, બુટલેગર સાથેનો ઓડિયો ક્લિપ વાયરલ