શ્રદ્ધા ડાંગર અને રાજદીપ ચેટર્જીની ETV ભારત પર ખાસ વાતચીત અમદાવાદ:નવરાત્રિની શરૂ થતાની સાથે જ ફેસ્ટિવન સીઝન ચાલુ થઈ ગઈ છે. ખેલૈયાઓ અવનવા ગુજરાતી સોન્ગ્સ અને ગરબાના તાલે ઝૂમીને ગરબાની મજા માણી રહ્યાં છે. નવરાત્રિ અને આગળ આવનાર વેડિંગ સિઝનને વધુ મજેદાર બનાવવા માટે યુનાઇટેડ વ્હાઇટ ફ્લેગ મ્યુઝિક લેબલના બેનર હેઠળ ઇન્ડિયન આઇડલ 4ના ફાઇનાલિસ્ટ તથા ગુજરાતી ઓડિયન્સમાં ખૂબ જ લોકપ્રિય બૉલીવુડ પ્લેબેક સિંગર રાજદીપ ચેટર્જી અને નેશનલ એવોર્ડ વિનર ગુજરાતનું ગૌરવ શ્રદ્ધા ડાંગરને ચમકાવતું ગુજરાતી સોન્ગ "દિલમાં બબાલ" તાજેતરમાં જ લોન્ચ થયું છે અને ગરબા ચાહકોમાં ધૂમ પણ મચાવી રહ્યું છે.
શ્રદ્ધા ડાંગર અને રાજદીપ ચેટર્જીની ETV ભારત પર ખાસ વાતચીત પોતાના નવા લોન્ચ થયેલ સોન્ગ "દિલમાં બબાલ" અંગે સિંગર રાજદીપ ચેટર્જી અને શ્રદ્ધા ડાંગરે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, "અત્યારે લોકોનો ફેસ્ટિવ મોડ ઓન છે અને નવરાત્રી તો ગુજરાતીઓનો મહત્વનો ઉત્સવ છે. આ સમયમાં તેઓ એક નવા સોન્ગ પર ગરબા કરવા મજબૂર થઇ જાય તે માટે અમે "દિલમાં બબાલ" સોન્ગ લઈને આવ્યા છે કે જેનાથી એનર્જેટિક ગુજરાતીઓમાં વધુ એનર્જી આવી જશે, તે વાત પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે."
રાજદીપ ચેટર્જી દ્વારા કમ્પોઝ: આ એકદમ લયબદ્ધ અને જુસ્સાથી ભરપૂર સોન્ગ છે કે જે ચાહકોને હાલના ફેસ્ટિવ- મૂડને વધુ એન્જોયેબલ બનાવશે. ઉલ્લેખનીય છે કે આ સોન્ગ રાજદીપ ચેટર્જીના અવાજમાં જ સ્વરબધ્ધ છે અને તેમના દ્વારા જ કમ્પોઝ કરવામાં આવ્યું છે. રાજદીપ ચેટર્જીની સાથે ફેમસ સિંગર દિપાલી સાઠેના અવાજમાં ગવાયેલ આ મધુરગીત ખૂબ જ એનર્જેટિક છે અને લોકોને ગરબાના તાલે ઝૂમવા મજબૂર કરી દેશે.
અહીં તમે સોગ્સ સાંભળી શકશો..
જીતીન અગ્રવાલ અને રાજેશ તાલેસરા દ્વારા પ્રોડ્યુસ: ચિરાગ ત્રિપાઠી અને સાવેરી વર્મા દ્વારા લિખિત "દિલમાં બબાલ" સોન્ગ જીતીન અગ્રવાલ અને રાજેશ તાલેસરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ સોન્ગના મ્યુઝિક પ્રોડ્યુસર અમોલ ડાંગી છે અને ડિરેક્ટર રામજી ગુલાટી છે કે જેઓએ આ સૉન્ગને ખૂબ જ સુંદર રીતે એક્ઝિક્યુટ કર્યું છે,
- Navratri 2023: પાટણ ઊંચી શેરીમાં જામી ગરબાની રમઝટ, જુઓ વીડિયો
- Navratri 2023: કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે માતાના મઢ ખાતે 450 વર્ષથી થતી પત્રીવિધિ યોજાઈ