ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad cyber crime news: સ્વર્ગસ્થ પૂર્વ MLA જયંતિ ભાનુશાલીના નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લોકોને હેરાન કરતો યુવક ઝડપાયો - એકાઉન્ટ બનાવી લોકોને હેરાન કરતો યુવક ઝડપાયો

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીના સ્વર્ગસ્થ કાકા જયંતિ ભાનુશાળીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી બનાવી એક યુવતીને તેના પરથી બીભત્સ મેસેજ કરી વાતચીત કરવામાં આવી હતી અને તે આઈ.ડીમાં જયંતી ભાનુશાળીનો મોબાઇલ નંબર લખી ગુનો આચરવામાં આવ્યો હતો.

bogus-instagram-account-in-name-of-deceased-former-mla-jayanti-bhanushali-surfaced-complain-in-cybercrime
bogus-instagram-account-in-name-of-deceased-former-mla-jayanti-bhanushali-surfaced-complain-in-cybercrime

By

Published : May 6, 2023, 6:55 PM IST

અમદાવાદ સાયબર ક્રાઇમના ACP જે.એમ યાદવ

અમદાવાદ:અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે કરછના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના નામનું ફેક સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટ થકી મહિલાઓને બીભત્સ મેસેજ મોકલવા મામલે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સ્વર્ગસ્થ ધારાસભ્યને બદનામ કરવાના ઇરાદે આ કૃત્ય આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે. ધારાસભ્યની હત્યાના કેસમાં સામેલ આરોપીઓ સાથે પકડાયેલો આરોપી સંબંધ ધરાવતો હોય જેને લઈને સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

સ્વર્ગસ્થ પૂર્વ MLA જયંતિ ભાનુશાલીના નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

પોલીસ ફરિયાદ દાખલ: પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીને એક યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે પોતાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કેમ કરો છો? તેવું કહીને ઉગ્ર ભાષામાં વાતચીત કરતા જયંતિ ભાનુશાળી વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જયંતિ ભાનુશાળી ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. તે સમયે યુવતીએ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી જે મેસેજ આવ્યા હતા તેના સ્ક્રીન શોર્ટ મોકલતા ફરિયાદીને જાણ થઈ હતી કે તેઓના કાકાની આઈડી અજાણ્યા વ્યક્તિએ બનાવી તેમાંથી મહિલાને મેસેજ કર્યા છે.

પોલીસ તપાસ તેજ: આ અંગે સાયબર ક્રાઇમના ACP જે.એમ યાદવે જણાવ્યું હતું કે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેણે જાતે આ એકાઉન્ટ બનાવ્યું હોય તેવી કબુલાત કરી છે. જોકે આ ગુના પાછળની હકીકત અને કરવા પાછળનો ઉદ્દેશ્ય જાણવા માટે આરોપીની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી છે.

  1. Vadodara Crime: તાત્કાલિક લોનના નામે ફ્રોડ કરનારા હરિયાણાથી ઝડપાયા, ચીન સાથે ક્નેક્શન
  2. Vadodara Fraud Case: મેટ્રિકમાં નાપાસ ભેજાબાજે કર્યું લાખોનું ચિટિંગ, ચીન પૈસા મોકલતો

ચોંકાવનારો ખુલાસો:અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસ કરીને ગુનામાં સામેલ કચ્છના અંજારના રાજેશ મોતીરામ રૂપારેલ (ઠકકર) નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે ધોરણ 10 નાપાસ હોય અને છેલ્લા 18 વર્ષથી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કમાં અંજાર ખાતે પટાવાળા તરીકે નોકરી કરે છે. પકડાયેલો યુવક પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યાના કેસનો આરોપી રાજેશ રૂપારેલના સગામાં થતા હોવાની હકીકત સામે આવી છે.

સ્વર્ગસ્થ જયંતિ ભાનુશાળીના નામે હેરાનગતિના મેસેજ: જયંતિ ભાનુશાળીના પરિવારજનોને હેરાન કરવા માટે આરોપીએ સ્વર્ગસ્થ જયંતિ ભાનુશાળીના નામ, ફોટા તેમજ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને આઈડી બનાવી જુદી જુદી વ્યક્તિઓને મેસેજ કર્યા હોવાની હકીકત સામે આવી છે. આરોપી દ્વારા છેલ્લા એક મહિનાથી આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોય અને 20 જેટલા લોકોને તેના પરથી અલગ અલગ પ્રકારના મેસેજ કર્યા હોવાની હકીકત પણ સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details