ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના બોગસ પ્રમાણપત્રો મળી આવતા પદ પરથી દૂર કરાયા - અમદાવાદ કોર્પોરેશનના આસિસટન્ટ કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક થયેલા અધિકારીએ બોગસ પ્રમાણપત્રો આપ્યા હોવાની માહિતી મળતાં કાયદેસરની કાર્યવાહી કરી, તેમને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પદેથી દૂર કરવામાં આવ્યા છે.

Ahmedabad News
અમદાવાદ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના બોગસ પ્રમાણપત્રો મળ્યા

By

Published : Dec 8, 2020, 6:34 AM IST

  • બોગસ પ્રમાણપત્રો આપ્યાની માહિતી મળી
  • ખાતાકીય તપાસ બાદ જાણવા મળી હકીકત
  • હકીકતની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદઃ AMC ના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક થયેલા અધિકારીએ બોગસ પ્રમાણપત્રો આપ્યા હોવાની માહિતી મળતાં કાયદેસરની કાર્યવાહી કરી, તેમને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પદેથી દૂર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાતાકીય ભરતી દરમિયાન અખિલ બ્રહ્મભટ્ટ ડિજિટલ આસિસ્ટન્ટ કમિશનર તરીકેની પોસ્ટ આપવામાં આવી હતી. ખાતાકીય તપાસ દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રો બોગસ ખોટા હોવાનું મળી આવતા તેમના વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના બોગસ પ્રમાણપત્રો મળ્યા

વિજિલન્સ તપાસમાં બોગસ પ્રમાણપત્ર હોવાનું સામે આવ્યું

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોસ્ટ પર ફરજ નિભાવતા અધિકારીના પ્રમાણપત્ર ખોટા હોવાનું તપાસમાં ખરાબ થતાં તેમણે તાત્કાલિક અસરથી તેની જગ્યા પરથી હટાવવામાં આવ્યા છે અને આ સાથે જ આગામી પાંચ વર્ષ સુધીના તેમના ઇન્ક્રીમેન્ટ સહિતની ફાયદાઓ અટકાવવા માટેની પણ કામગીરી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details