અમદાવાદઃ બોટાદ પોલીસ અમદાવાદ ટ્રમ્પના બંદોબસ્તમાં હતા. અમદાવાદથી રીટર્ન બોટાદ તરફ જતા સમયે પોલીસની ગાડીને અકસ્માત થયો હતો. બગોદરાથી ધંધુકા હાઇવે ઉપર એક કિલોમીટરના અંતરે પોલીસની ગાડી નાળામાં અચાનક પલટાઇ ગઇ હતી. આ દરમિયાન ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીને જાણ થતા તેમણે પોતાની ગાડીને રોકાવી હતી અને તુરંત પોલીસ કર્મીઓની મદદ માટે પહોંચી ગયા હતા. તેમજ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતાં. ટ્રમ્પના કાર્યક્રમમાં આવેલા પોલીસ કર્મીઓ થાકેલા જણાતાં હતાં.
અમદાવાદમાં ટ્રમ્પનો કાર્યક્રમ પતાવી પરત ફરી રહેલા પોલીસકર્મીઓને નડ્યો અકસ્માત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં "નમસ્તે ટ્રમ્પ" કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે રાજ્યભરમાંથી પોલીસ ફોર્સને બોલાવવામાં આવી હતી. ટ્રમ્પનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બોટાદ પોલીસ જ્યારે પરત જતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પોલીસ અધિકારીઓની મદદ કરવા માટે ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણી આગળ આવ્યાં હતાં.
પોલીસકર્મીઓને નડ્યો અકસ્માત
પરેશ ધાનાણીએ ખેડૂત પુત્ર તરીકે ઓળખાય છે અને અવાર નવાર તે લોકોનો અવાજ બનતા રહ્યા છે. રાજ્યના અનેક એવા મહત્વના આંદોલનમાં પણ તેઓ મોખરે રહ્યા છે, ત્યારે લોકોના વિવિધ મુદ્દાઓને આક્રમક અંદાજમાં તે વિધાનસભામાં પણ ઉઠાવતા રહ્યાં છે. પરેશ ધાનાણી સામાજિક સેવા પણ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ લોકરક્ષક દળનું આંદોલન હોય કે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનું આંદોલન હોય પરેશ ધાનાણી જાતે જ ભોજન બનાવી વિદ્યાર્થીઓને જમાડતા નજરે પડ્યાં હતાં.