ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: પીરાણામાં દટાયેલી બાળકીનો મૃતદેહ 7 દિવસ બાદ મળ્યો - Pirana dumping site

પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરો વીણવા માટે ગયેલી 12 વર્ષની બાળકી દટાઈ ગઇ હતી. આજે તેનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. બાળકીએ પહેરેલા કપડાના આધારે પોલીસ અને ફાયર વિભાગે તેના મૃતદેહની ઓળખ કરી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad
અમદાવાદ

By

Published : Oct 4, 2020, 3:02 PM IST

અમદાવાદ: ધોળકાના કમોડ ખાતે રહેતા મનુભાઈ વસાવા તેમની પત્ની અને પરિવાર સહિત 4 લોકો પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરો વીણવા આવ્યા હતા. બાળકીના માતા પિતા જ્યારે કચરો વીણતાં હતા. તે દરમિયાન ત્યાં રમી રહેલી બાળકી ઉપર અચાનક જ કચરાનો ઢગ પડ્યો હતો. તેમાં બાળકી અને તેની સાથે રમી રહેલો અનિલ દટાઈ ગયો હતો. અનિલને તો આજુબાજુમાં રહેલા લોકોએ બહાર કાઢ્યો હતો. પરંતુ બાળકી કચરાના ઊંડાણમાં જતી રહતા તેનો પત્તો લાગ્યો નહોતો. જોકે, સાત દિવસ રાત JCB મશીનની મદદથી પોલીસ અને ફાયરની ટીમે શોધખોળ કરી રહી હતી.

જેમાં 7 દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તેમજ DNA ટેસ્ટ કરીને ઓળખ પણ કરશે. હાલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પીરાણામાં દટાયેલી બાળકીનો મૃતદેહ 7 દિવસ બાદ મળ્યો

ABOUT THE AUTHOR

...view details