ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ બોડકદેવ કોર્પોરેશન ઓફિસના સ્ટાફને 21 હજારનો દંડ - Corona cases in ahemdabad

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ અમદાવાદ જિલ્લા અને શહેરમાં નોંધાયા છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા કડક કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વગર સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા નજરે પડતાં 21 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ બોડકદેવ કોર્પોરેશન ઓફિસના સ્ટાફને 21 હજારનો દંડ
અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ બોડકદેવ કોર્પોરેશન ઓફિસના સ્ટાફને 21 હજારનો દંડ

By

Published : Jul 24, 2020, 9:59 PM IST

અમદાવાદ: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે, અમદાવાદ શહેરના વિસ્તારોમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારને રૂ.500 દંડ ફટકારાશે તેમજ પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકવા બદલ પાનના ગલ્લાંના માલિકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વગર સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા નજરે પડતાં 21 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને ટ્રેડ બુલ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને તેમના કર્મચારીઓ માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતાં. રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતી કાર્યવાહીમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુકવા બદલ લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. જયારે, નિયમનો ભંગ કરનાર લોકો પાસે AMC દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details